Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં બીજેપી દ્વારા “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલની ઉપસ્થિતિમા પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

Share

રાજપીપલામા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત બે દિવસનો કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આગમન આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ખુલ્લી જીપમા ભવ્ય રેલીમા નીકળ્યા હતા. જે રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યાર બાદ જીન કમ્પાઉન્ડમા પેજ સમિતિનું વિશાળ સંમેલનમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પેજ પ્રમુખ અને પેજ સભ્યોને સી આર પાટીલે સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા એ નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની સીટો જીતાડવાની ખાતરી આપી હતી અને ગુજરાતની 182 તમામ વિધાનસભા ની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ મનસુખભાઇ એ આમ આદમી પાર્ટી અને બીટી તથા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. મનસુખભાઈએ જણાવ્યું હતું કે નર્મદાની બે બેઠકો ઉપરાંત ઝઘડિયાની સીટ પણ અમે જીતી બતાવીશું. છોટુભાઈ વસાવા આદિવાસીઓના મસીહા નથી એમ જણાવી જે લોકોના કામો કરે છે એ જ સાચા આદિવાસી મસીહા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કોંગ્રેસ તો ક્યાંય મેદાનમાં નથી જ. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપી ના સુપડા સાફ થઈ જવાના છે.

આ પ્રસંગે સીઆર પાટીલે પેજ સમિતિના સદસ્યોના સંબોધતા જણાવ્યું હતું, રાજપીપળામાં આજે રેલી નહીં પણ રેલો મેં જોયો છે. નર્મદા જિલ્લાની બેગ સીટો છે આજે ૨૫ હજારથી વધુ જનમેદનો રેલો જોયા પછી કોઈપણ પાર્ટીને ઉમેદવાર નહીં મળે. એની ડિપોઝીટ ગુમાવવાની તૈયારી હશે તો જ એ ફોર્મ ભરશે પછી તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દરેક ક્ષેત્રમાં આદિવાસીઓનો વિકાસ થાય માટે કેન્દ્રની અને રાજ્યની સરકાર કામ કરી રહી છે. આજે આદિવાસી દિકરો પ્લેન ઉડાવીને આખા દુનિયામા ફરે છે. દરેક ક્ષેત્રમાં આદિવાસી ભાઈ-બહેનોએ ડંકો વગાડ્યો છે. પ્રધાનમંત્રી આદિવાસી ઉત્કર્ષની વાત કરે છે. આદિવાસી ભાઈઓ આજે પ્લેન લઈને ઊંડે છે. આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની BJP સરકાર કામ કરે છે.

૧૦૦ વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરાથી લોકો  મર્યા હતા પણ આ કોરોના કાળમાં વેક્સીનનની શોધ થઈ અને આપણે સલામત છીએ. દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપણા દેશનાં વૈજ્ઞાનિકોએ વેકસીન શોધી એ નરેન્દ્રભાઈમોદીની કુનેહ છે દરેકને મફત વેક્સિન આપી દેશનાં દરેક લોકોને સુરક્ષિત કર્યા એક નહિ પણ બે વેક્સિન આપી. ૨૦૧૪ પહેલાના પ્રધાનમંત્રી ધીમી ગતિનાં સમાચાર હતા એમ જણાવી નામ લીધા વિના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તેમના સમયમાં કોરોના આવ્યો હોત તો તેઓ પાંચ વર્ષ કશું વિચારતા નહિ પણ સદનસીબે ૨૦૧૪ મા નરેન્દ્રભાઈ મોદી પીએમ હતા અને જાન બચી. આજે પણ આપણને બે વર્ષથી મફત રાશન મળે છે જેને કારણે એક પણ વ્યક્તિ ભૂખ્યો સૂતો નથી. નરેન્દ્રભાઈમોદીની આ યોજનાને કારણે દરેકને ભોજન મળે છે. કોઈ દેશે મફત વેક્સિન કે આ અનાજ મફત આપ્યું નથી. ઉપરાંત પાડોશી દુશ્મન દેશોથી પણ બચાવ્યા છે. આતંકવાદી હુમલાઓને સાફ કર્યા છે.પહેલા પણ આજ પોલીસ અને આ જવાન હતા. દેશને સુરક્ષિત કરી વડાપ્રધાન  મોદી દેશને સુરક્ષિત રાખવા  પ્રયત્નશીલ છે. દરેક પેજ સમિતિનાં સભ્યો એ તાકાત બતાવવાની છે. નરેન્દ્રભાઈમોદીના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી પડ્યો છે. એને રોકવાની કોઈની તાકાત નથી. કેમ કે આટલી મોટી સેના તેનું રક્ષણ કરે છે. આખા ગુજરાતમાં આજે મેસેજ આપ્યો છે કે જિલ્લાના આદિવાસી સભ્યો બીજેપીની પડખે છે.

Advertisement

નર્મદા જિલ્લામાં પહેલીવાર સાયન્સ સેન્ટર માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 544 ગામનો સર્વ પણ સર્વે પણ કરી દીધો છે. દરેક ગામને પાકા રસ્તા અને ખેતર સુધી કાચા રસ્તા બનાવવાનું પણ વચન આપ્યું છે. દરેક ખેતરમા સિંચાઈનું પાણી મળે એ માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે કોરોનામાં લોકો મરી રહ્યા ત્યારે હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતના દરેક લોકોને મફત વેક્સીન અપાવી આ કોરોના મહામારીમાંથી બચાવ્યા છે. જેને કારણે આજે આપણે સુરક્ષિત રહી શક્યા છીએ. તે માટે તેમણે વડા પ્રધાનનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સફળ સઁચાલન જિલ્લા મહામંત્રી નીલરાવે કર્યું હતું

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

નડિયાદ ખાતે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : પશ્ચિમ બંગાળમાં હિંસા માટે ચુંટણી પરિણામો પછી લોકતંત્રને શરમાવે તેવી હિંસા માટે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!