ઘોર કળીયુગના માનવી ભગવાનને પણ લૂંટવાનું છોડતા નથી. હમણાં રાજપીપલા સંતોષ ચોકડી મહાકાલેશ્વર મંદિરના તાળા તૂટ્યા હતા. જેમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો રૂ.૬૬,૫૦૦ની કિંમતના ચાંદીનો નાગ, પિત્તળના શીષની ચોરીકરી નાસી જતા મંદિરના પૂજારીએ રાજપીપલા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોધાવી છે.
જેમાં ફરીયાદીપ્રવિણભાઇ ભીખાભાઇ મહીડા, પૂજારી એ
અજાણ્યા ચોર ઇસમસામે નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર તા.૨૪/૦૫/૨૦૨૨ ના રોજ રાજપીપલા સંતોષ ચોકડી મહાકાલેશ્વર મંદિરના આગળના ભાગે આવેલ લોખંડની જાળીને મારેલ તાળા કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે તોડી નાખ્યા હતા. અને તાળું ખોલીને કે કાપીને સાથે લઈ જઈ મંદિરના અંદર પ્રવેશ્યા હતા. જેમાંથી ચાંદીનો નાગ જેનુ વજન આસરે એકાદ કીલો હતું. અને તે ની કિમત.૬૫,૦૦૦/-ગણી શકાય.તથા તાંબા-પિતળનુ શીસ જેનુ વજન આસરે એકાદ કીલો હતું. જેની કિ.રૂ.૧૫૦૦/-ગણી બન્ને મળી કુલ રૂ.૬૬,૫૦૦/- ની મતાની ચોરી કોઇ અજાણ્યા ચોરી ઇસમ નાસી જતા રાજપીપલા ટાઉન પોલીસે તપાસ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીપક જગતાપ, રાજપીપલા