રાજપીપલા નગરપાલીકા દ્વારા 1.26 કરોડના રસ્તાના કામોનું ખાતમુહર્ત સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું. જેમાં કાળીયા ભૂતથી કોર્ટ સુધીનો રસ્તો બનાવાશે.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપલા નગરમા ઘણા વખતથી ગેસની પાઇપલાઈનને ભૂગર્ભ ગટર યોજનાને કારણે રસ્તાઓ ખોદાઈ ગયા હતા. તેનાથી જનતાને ખૂબ તકલીફ પડી હતી હવે એ ખોદાયેલા રસ્તા બનવાઈ રહ્યા છે શરૂઆત કાળીયાભૂતથી કરી છે. નગર વિકાસને વધુ વેગવાન બનાવવા માટે રાજપીપલા નગરમાં જે બાકી કામો છે તેનું પણ સરકારમાં રજુઆત કરી વહેલી તકે પૂર્ણ કરાવવામાં આવશે. સાથે સાથે રાજપીપલા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ હોય એમના રોડ રસ્તાઓ પણ ઉત્તમ કક્ષાના બને અને નગરજનોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા તમામ પ્રયાસો રાજપીપલા નગરપાલીકા દ્વારા કરવામાં આવી રહેલ છે.
આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ, ઉપ પ્રમુખ હેમંતભાઈ માછી, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, બાંધકામ સમિતીના ચેરમેન કિંજલબેન તડવી સહીત નગરપાલિકા સદસ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા