Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જતી બસના ચાલકે સીદી ગામે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો.

Share

આજરોજ બેડવાણથી અંકલેશ્વર જતી બસ સામરપાડા સીદી ગામે બાઈકવાળાને બચાવવા જતા બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા બસ પલટી ખાઈ ગઈ હતી. ઝાડ પણ તૂટી ગયું હતું. અકસ્માતમા બસ પલ્ટી ખાઈ જતા બસમા બેસેલા મુસાફરોએ બુમાબુમ કરતા હાઇવે રોડ પર લોક ટોળાં ભેગા થઈ ગયા હતા જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થઈ હતી.

જોકે આ ઘટનાની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાને થતાં તેમણે પોતાની તમામ મીટીંગ રદ કરી પોતે તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને ૧૦૮ દ્વારા અને અને બસમાં પેસેન્જર વધુ હોવાના કારણે સમય ન બગડે તે માટે અન્ય ખાનગી વાહન કરીને પણ તાત્કાલિક ડેડીયાપાડા હોસ્પિટલ ખાતે પહોંચાડવામા આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર અપાવી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાતે રીફર કરવામાં આવ્યા હતા જેમાં બાઈક ચાલકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા. પર્યુષાબેનની સમય સૂચકતા અને ઝડપી સારવાર મળવાને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી જતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. આ બસમા કુલ ડ્રાઈવર કન્ડકટર સહિત ૫૮ જેટલા મુસાફરો હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

ProudOfGujarat

માંગરોળમાં માલધારી હિત રક્ષક સમિતિએ સુરતના વેડ ડભોલીમાં માલધારીઓના તબેલા તોડી પાડવાના વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

આખરે નીતિન પટેલ નાણાખાતું મેળવીને જ માન્યા:

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!