Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડેડીયાપાડામા ઉપલબ્ધ.

Share

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકાયુ છે. દેડિયાપાડાના મોસદા રોડ પર વનવિભાગના પ્રયાસોથી સ્થાનિક આદિવાસી કારીગરોને રોજગારી ઉપલબ્ધ કરાવતું સંકુલ એટલે “રૂરલ મોલ” એક જ સ્થળે રૂરલમોલ, વર્કશોપ, સાતપુડા વન ભોજનાલય, આયુષ આરોગ્ય કુટીરનો સમાવેશ કરાયો છે.દિવસ દરમિયાન નાસ્તા-ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવતું સ્થળ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તા.૨૬ મી મેના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર (રૂરલ મોલ) સહિત છોટાઉદેપુરના કેવડી, ભરૂચના નેત્રંગ અને આહવા ડાંગના વઘઇ મળી કુલ ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેડીયાપાડા ખાતે લોકાર્પણ થયેલ કૌશલ્યવર્ધન કેન્દ્રની વિશેષતા અંગેની આજે આપને નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષક નીરજ કુમાર સાથે મુલાકાતમા વાત કરતા જણાવ્યું હતું કે અહીં એકજ સ્થળે રૂરલ મોલ, વર્કશોપ, સાતપુડા વન ભોજનાલય, આયુષ આરોગ્ય કુટીરનો સમાવેશ કરાયો છે. જે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા દેડિયાપાડા તાલુકામાં પ્રવાસન અર્થે આવતા પ્રવાસીઓને આકર્ષિત કરશે. સ્થાનિક આદિવાસી કારીગરો, મહિલાઓને રોજગારી પુરૂં પાડવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

કૌશલ્યવર્ધન કેન્દ્ર અંગે વાત કરતાં વન વિભાગનાં નાયબ વનસંરક્ષક નિરજકુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લોકલ-ટુ- ગ્લોબલની વિચારધારા સાથે લોકલ માર્કેટને વિશ્વકક્ષા સુધી લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત વન વિભાગ દ્વારા દેડિયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ બામ્બુ સેન્ટર થકી ૮૦૦થી વધુ પરિવારોને રોજગારી મળશે. આ કેન્દ્ર થકી સ્થાનિક લોકોની માથાદીઠ આવક ૨૦ ટકા વધી જશે

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બામ્બુ સેન્ટર થકી સ્થાનિક લોકોને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપી વર્કશોપના માધ્યમથી વિવિધ વસ્તુઓ તૈયાર કરી તે પ્રોડક્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવામાં આવશે. નીરજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે થકી સ્થાનિક ભગતો જેઓ ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસ કરતા હતાં. તેમને ગુજરાત વન વિભાગે ટ્રેડિશનલ મેડીસિનને વેગ આપવા માટે સ્થાનિક ભગતલોકો સાથે આયુષ આરોગ્ય કુટીર બનાવવામાં આવી છે. જેમાં વિવિધઔષધીઓ પણ ઉપલબ્ધ હશે. જેવીકે આયુર્વેદિક રિજુનેવેશન પ્રોસિજર થકીમસલને ટોનઅપ કરવા, શરીરની સિસ્ટમને મજબૂત કરવા તથા શરીરમાં ઉત્સાહિત કરીને મગજને એકદમ શાંત કરવાની કામગીરી ભગતો દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા થકી શરીરને વેગ આપીને લાઈફસ્ટાઈલ તથા ખાવાની પ્રક્રિયા તણાવમુક્ત તથા એન્ટિએજીંગ કરવાની કામગીરી કરશે. અહીં પંચકર્મ નિષ્ણાંત વ્યક્તિ દ્વારા આયુર્વેદિક મસાજ પણ કરવામાં આવશે. તેની સાથેસાથેઅભયંગ સ્વવીદાનમ, શીરોધરા, કીજહી, પીઝીશીલ વગેરે થકી શરીરમાંથીનકામો ઝેરી કચરો કાઢીને શરીરની અંદરની તમામ નળીકાઓની શુધ્ધિકરણની કામગીરી જેવી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવાશે. આ કેન્દ્રમાં કુદરતી સંપત્તિમાંથી તૈયાર કરીને ભગતોએ જાતે બનાવેલા વિવિધ પ્રકારના તેલ દ્વારા મસાજ પણ ઉપલબ્ધ કરાવાશે.

દેડિયાપાડા સહિત રાજ્યના અન્ય ત્રણ જિલ્લાના કૌશલ્યવર્ધન કેન્દ્રોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના માટે વનવિભાગ દ્વારા કૌશલ્ય સંવર્ધન તાલીમ થકી વાંસ વિકાસ કેન્દ્રોમાંથી તૈયાર થયેલ બનાવટોને દેશ-વિદેશ સુધી પહોંચાડવા માટે ગુજરાત વનવિભાગ આનૂતન પ્રયત્નો કરી રહ્યું છે

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

ProudOfGujarat

રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!