Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

Share

આ વખતે અમે અરપારની લડાઈ લડવા મક્કમ આગામી ૧૭મીએ ગાંધીનગર ખાતે કમિશનરની કચેરીનો ઘેરાવો કરાશે.સમગ્ર રાજ્યમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા આજે પોતાની પડતર માંગણીઓ સંદર્ભે રાજ્યવ્યાપી ધરણા અને રેલીનું આયોજન કરાયું હતું જે સંદર્ભે નર્મદા જિલ્લાના આરોગ્ય શાખામાં ફરજ બજાવતા આશરે ૪૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા આજરોજ માસ સી.એલ મૂકી ગાંધીચોક પાસે ધરણા કરી રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર પોતાની માંગણીઓ સાથે સુત્રોચ્ચાંર કરી રેલીનું આયોજન કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2019 માં આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા સતત 13 દિવસ સુધી અચોક્કસ મુદતની હડતાળ કરાઈ હતી ત્યારબાદ આરોગ્ય અને નાણાંમંત્રી નીતિનભાઈ પટેલ સાથે માંગણીઓ પુરી કરશે તે દિશામાં મૌખિક અને લેખિત સમાધાન થયું હતું પરંતુ આજદિનસુધી સરકાર દ્વારા આરોગ્ય ખાતાના કર્મચારીઓની માંગણીઓ ન સંતોષાતા ફરી તેઓએ હડતાળનું શાસ્ત્ર ઉઘામયુ છે તેમ નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું. જે સંદર્ભે આજે નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય શાખાના વિવિધ સાત કેડરના કર્મચારીઓએ માસ સી.એલ મૂકી સવારે ગાંધીચોક થી સફેદ ટાવર થઈ કોર્ટ અને ત્યાંથી ફરી ગાંધીચોક સુધી રેલી કાઢી ત્યારબાદ ગાંધી ચોક ખાતે 12 થી 4 વાગ્યા સુધી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. મુખ્ય માંગણીઓ ઉચ્ચસ્તરીય પગારધોરણ ત્રિસ્તરીય માળખા મુજબ આપવું , ટેક્નિકલ કર્મચારીઓ સમકક્ષ ગ્રેડ પે ૨૮૦૦ અને ૪૨૦૦ રૂપિયા , ઉચ્ચ કક્ષાના પ્રમોશનો જે બાકી છે તે પુરા કરવા, પી.ટી.એ 0 km ઉપરાંત એમ પી એચ ડબલ્યુ અને એફ એચ ડબલ્યુ ભાઈઓ અને બહેનોના નવા નમાભીધાન, જેવી મુખ્ય માંગણીઓ આ સંદર્ભે આરોગ્ય મહાસંઘ નર્મદા જિલ્લા પ્રમુખ મિતેષ ભટ્ટે આરપાર લડાઈ લડવાની તૈયારી બતાવી હતી ઉપરાંત આગામી ૧૭મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કમિશનરની કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ એમિટી ઇન્ટરનેશનલ સ્કુલમાં યોજાઇ વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષણ તાલિમ શિબીર

ProudOfGujarat

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાનાં મુખ્ય મથકે દીવા તળે અંધારુ રાત દિવસ વીજ ધાંધિયાથી પ્રજાજનો ત્રસ્ત પરંતુ કચેરીનાં સત્તાધીશો તેમની મસ્તીમાં મસ્ત જોવા મળી રહ્યા છે. 

ProudOfGujarat
error: Content is protected !!