જિલ્લા આરોગયતંત્ર દ્વારા કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તાર સહિત જિલ્લા-તાલુકા કક્ષાએ કુલ-૩૪ જેટલા વિવિધ સેન્ટરો ખાતે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી.
જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરો અને મોબાઇલ ટીમ દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૭ વર્ષના યુવાઓ તેમજ ૧૮ થી ૬૦ વર્ષના બાકી રહેલ હોય તેવા લાભાર્થીઓને વેક્સીનેશનનો પ્રથમ, બીજો (સેકન્ડ) ડોઝ આપવાની સાથે હેલ્થકેર વર્કર, ફન્ટલાઇન વર્કરો અને ૬૦ થી વધુની વયના બાકી રહેલ તમામ વયસ્કોને પણ પ્રીક્રોશન ડોઝ આપવાની કામગીરી કરવામા આવી હતી.૨૨ મીએ કુલ-૭૪૪૭ જેટલા વ્યક્તિઓએ કોરોના વેક્સીનની રસીનો લાભ લીધો હતો.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement