Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા ખાતે ભાજપ સંમેલનમા 400 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષોમા રાજકીય હલચલ વધુ તેજ બની છે.જેમાં આજરોજ તિલકવાડા
ખાતે APMC ખાતે યોજાયેલ ભાજપ સંમેલનમા તિલકવાડા તાલુકાના 400 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાતા કોંગ્રેસ છાવણીમા હડકમ્પ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસના ગઢમા ભાજપે મોટુ ગાબડું પાડી દીધું હતું જેમાં મોલેસમ ગરાસિયા, બારીયા સમાજ, ભીલ સમાજ, તડવી સમાજના કોંગ્રેસમા ગાબડું પાડ્યું હતું. જેમાં કોંગ્રેસના જિલ્લા ઉપ-પ્રમુખસહીત સરપંચો, સદસ્યોએ કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

જેમાં કોંગ્રેસના જિલ્લા ઉપ-પ્રમુખ બરકતુલ્લાખાન રાઠોડ, પાંચ ગ્રામ-પંચાયતના સરપંચો અને સભ્યોને વિવિધ સમાજના આગેવાનનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને જનતા હિત વિકાસના કામોથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ગુજરાત સરકારમાં માજી મંત્રી શબ્દશરણ તડવી, મારા સાથી મહામંત્રી વિક્રમભાઈ તડવી, નીલભાઈ રાવ તથા જિલ્લા ઉપ-પ્રમુખ, જયેન્દ્રભાઈ પ્રજાપતિ, અનિરુદ્ધસિંહ ગોહિલ, જીતેશભાઇ તડવી, જિલ્લા મંત્રી સંગીતાબેન તડવી, તિલકવાડા તાલુકાના પ્રમુખ, બાલુભાઈ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં બાંધકામનું કામ કરતા પડી જવાથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત.

ProudOfGujarat

વડોદરામાં વૃક્ષ પોલીસકર્મીના માથા પર પડતા ઘટનાસ્થળે જ મોત.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!