Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કરજણ નદીના પુલ પાસે મોટર સાઇકલ અને ઇકો ગાડી અકસ્માતમાં મહિલાનું મોત.

Share

રાજપીપલા નજીક આવેલ કરજણ નદીના પુલ પહેલા વળાંકમા મોટર સાઇકલ અને ઇકો ગાડીને અકસ્માત નડતા અકસ્માતમા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ફરીયાદી મુકેશભાઈ અમ્રુતલાલ પ્રજાપતી (ધંધો.મજુરી રહે. એકતાનગર ડેડીયાપાડા રોડ નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચ)એ આરોપી સતિષભાઈ રમેશભાઈ વસાવા (રહે.જેસલપોર તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે.

બનાવની વિગત અનુસાર આરોપીએ પોતાની મોટરસાઇકલ ગાડીનં GJ.16.DE.3040 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની સાઈડ છોડી રોંગ સાઈડે ચલાવી ફરીયાદીની ઈકો ગાડીને સામેથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં નિર્મળાબેનને ડાબા હાથે ઈજા કરી હતી. તેમને સારવાર માટે સારવારમાટે હોસ્પિટલમા ખસેડાતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર : ભાદી ગામેથી હજારોની મત્તાના જુગારધામ સહિત બે ઝડપાયા.

ProudOfGujarat

કેવડિયા ખાતે ચાલી રહેલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ તંત્ર એલર્ટ : ગરૂડેશ્વર તાલુકાનાં સમગ્ર વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માંની દુકાન ખોલનાર બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!