Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના અણીજરા ગામે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજયું.

Share

નાંદોદ તાલુકાના અણીજરા ગામ પાસે આવેલ ઢાળવાળા રસ્તા પર ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું હતું. જયારે બે ને ગંભીર ઇજા થવા પામી હતી.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી જયદિપભાઈ નટુભાઈ બારીયા ( રહે.સોઢલીયા તા.નાંદોદ) એ આરોપી અર્જુનભાઈ મગનભાઈ બારીયા (મીની ટ્રેક્ટર રજી.નં.GJ-22-8031 નો ચાલક (રહે.સોઢલીયા તા.નાંદોદ) સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી પોતાના કબજાનુ મીની ટ્રેક્ટર જેનો રજી.નં GJ-22-8031 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટર પલટી ખવડાવી સાહેદ સુમિતભાઈ બારીયાને ડાબા હાથના કોણીના ભાગે ઇજા તથા આરોપીને પણ ડાબા પગના પંજાના ઉપરના ભાગે ઇજા કરેલ હોય તથા શિવમભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચકોષી ઉત્તરાવાહિની નર્મદા પરીક્રમાનો આજથી પ્રારંભ થયો

ProudOfGujarat

ભરૂચ મકતમપુર જી.ઇ.બી. ખાતે સ્થાનિક લોકો એ હોબાળો મચાવ્યો હતો. એલ.ઇ.ડી. બલ્બ રિપ્લેસ કરવા માટે ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો..

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!