બોગસ ડોકટરોની હાટડીઓથી નર્મદા જિલ્લો ધમધમી રહ્યો છે. આરોગ્ય વિભાગ એક પછી એક બોગસ ડોકટરોને પકડી કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ બોગસ તબીબો સુધરવાનું નામ નથી લેતા. ગરીબ આદિવાસી દર્દીઓસાથે આરોગ્યના ચેડાં કરતા બોગસ તબીબો ગામડાઓમા પોતાની હાટડી ખોલી ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે બોરીપીઠા ગામમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપાયો છે.
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરએલ.સી.બી.નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરનીકાર્યવાહી કરવાની સુચના મળતાં બી.જી.વસાવા પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફને બાતમી મળેલ કે ડેડીયાપાડા વિસ્તારના બોરીપીઠા ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે. બાતમીને આધારે પી.એચ.સી ખેડીપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો.હેતલબેન ભીમસીંગભાઇ નાયકને સાથે રાખી ડેડીયાપાડા બોરીપીઠા ગામે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાનું જણાતા દવાખાના ઉપર રેડ કરતા સુજીત પધ્માલોયન બિસ્વાસ (હાલ રહે. બોરીપીઠા તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે.કેવડી બજાર ફળીયુ, તા.ઉમરપાડા જી.સુરત તેમજ મુળ રહે.બલ્લબપુર તા.શાંતિપુર જી.નદિયા (વેસ્ટ બંગાળ) નો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ. આ બોગસ તબીબને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી જણાઈ આવેલ નહી. તેથી એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો) ઇન્જેકશનો, તથ ગુળીઓ તથા મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ.૪૨,૩૯૯.૬૬/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત
મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દીપક જગતાપ, રાજપીપલા