Proud of Gujarat
FeaturedGujaratINDIA

એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

Share

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજે અને ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે તા.૨૦ મી મે, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે મધમાખી ઉછેર સંબંધિત તમામ પાસાઓને આવરી લેતા ઉદ્ઘાટન અને ટેકનિકલ સત્રો ઉપરાંત વિવિધ પ્રકારના મધ અને મધમાખીના અન્ય ઉત્પાદનો, સંબંધિત સાધનો/ મશીનરી, મધમાખી ઉછેરમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો વગેરેનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), કેન્દ્રિય અને રાજ્ય સરકારની કૃષિ/હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના સભ્યો, NAFED, TRIFED,NBB, હની FTO વગેરે સભ્યો આ કાર્યક્રમમાં સહભાગી બનશે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ફેલોશીપ મીશન સ્‍કૂલ ડુંગરાના વિદ્યાર્થીઓની સમિતિનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો,કાર્યક્મનું સુંદર આયોજન..

ProudOfGujarat

ભરૂચનાં મુક્તિનગર વિસ્તારમાં થયેલ ત્રીસ લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીના મામલે બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર : પિરામણ નાકા પાસે આવેલ જુનેદ એપાર્ટમેન્ટનાં મકાનમાં ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!