વિશ્વ ગુજરાતી સમાજ વર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લાં ૩૩ વર્ષથી કાર્યરત છે, વિશ્વના ૧૨૫ થી વધારે દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલના માન. વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સેવા આપેલ છે. તેવી આંતરરાષ્ટ્રીય
સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ પ્રમુખ સી.કે પટેલ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના આદેશ અનુસાર યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલની અધ્યક્ષતા હેઠળ વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગના ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે રાજેન્દ્રકુમાર પટેલ – નર્મદાની પસંદગી કરાઈ છે. તેમની સાથે અન્ય સદસ્યોં જયરાજસિંહ રાજ – ભરૂચની ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે તથા રાજેશભાઇ રાઠવા – છોટા ઉદેપુર, છોટાઉદેપુર જિલ્લા કન્વીનર, મહેન્દ્રસિંહ પઢીયાર, મોરબી જિલ્લા સંગઠન કો-ઓર્ડીનેટર અને કો-કન્વીનર મિલનકુમાર પટેલ, મહેસાણા જિલ્લા કો-કન્વીનર કેયુરભાઈ ગાભાણી, સુરત શહેર કો-કન્વીનર, ઘનશ્યામભાઈ પટેલ, અમદાવાદ શહેર એડવાઇઝરી કમીટી મેમ્બર, તેજસભાઈ ઓઢા,અમદાવાદ શહેર એડવાઇઝરી કમીટી મેમ્બર, અમિત ઠાકોર – અમદાવાદ વેજલપુર વિધાનસભા સહ ઈન્ચાર્જ, ભાવેશ પટેલ – અમદાવાદ મણિનગર વિધાનસભા સહ ઈન્ચાર્જ, પિયુષ ચૌધરી – અમદાવાદ શહેર કારોબારી મેમ્બર, યશ વાલાણી – અમદાવાદ, વટવા વિધાનસભા સહ ઈન્ચાર્જતરીકે વરણી કરાઈ છે.
દીપક જગતાપ, રાજપીપલા