Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

Share

એસપીરેશન બનેલ નર્મદા જિલ્લો બોગસ તબીબોનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. છાસવારે એક પછી એક બોગસ તબીબો ઝડપાતા જાય છે. સાગબારાના નાલાકુંડ ગામેથી પ્રેક્ટિસ કરતો વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે.પશ્ચિમ બંગાળના પ્રાંતિય બોગસ તબીબ પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી તેની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્યની સેવાઓ ઘણા વિસ્તારમાં ઓછી હોય છે. જેનો લાભ લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર દેવમોગરા ગામ પાસે નાલાકુંડ ગામ ખાતે એક બોગસ ડોક્ટર દિબાકાર બીસ્વાસ નામનો એક બીન ગુજરાતી પોતાની દુકાન ખોલીને પોતે ડોક્ટરની ડિગ્રી ધરાવતો નાહોવા છતાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય ત્યારે નર્મદા જિલ્લાના એસ.પી પ્રશાંત મુંબેના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ ડોક્ટરોને સાથે રાખીને સાગબારા તાલુકાના દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસનામનો બોગસ
ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.તેની પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી જે ડિગ્રી હતી તે બોગસ હોવાનું જાણવા મળેલ છે. નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આસંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટરને ઝડપી સાગબારા પોલીસે કાર્યવાહી હાથ ધરી
છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પેશાવરમાં મસ્જિદ તોડીને માર્કેટ બનાવવાની યોજના, મેયર સહિત અનેક નેતાઓ ઉતર્યા વિરોધમાં.

ProudOfGujarat

બળાત્કાર: આપણે હજી ક્યાં સુધી ચૂપ રહીશુ?

ProudOfGujarat

ઝઘડીયાની પાંચ ગ્રામ પંચાયત દ્વારા ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળની આદિજાતિ વિસ્તારનાંબોર્ડ મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!