આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જેમાં નર્મદા જિલ્લાનું સામાન્ય કહી શકાય એવુ 52.89% પરિણામ જાહેર થયું હતું. જોકે એસપીરેશનલ ડીસ્ટ્રીક નર્મદામા A1 અને A2 ગ્રેડમા સમ ખાવા પૂરતા માત્ર એક એક જ વિદ્યાર્થી આવ્યો હતો ! જ્યારે B1 ગ્રેડમા 13, B2 ગ્રેડમા 37, C1 ગ્રેડમા 101, C2 ગ્રેડમા 173 વિધાર્થીઓ આવ્યા હતા. જયારે D ગ્રેડ મા 58 વિધાર્થીઓ આવ્યા હતા. જયારે જિલ્લામા 726 પૈકી 380 વિધાર્થીઓ પાસ થયાં હતા જયારે 346 વિધાર્થીઓ નાપાસ થયાં હતા જિલ્લાનું કુલ પરિણામ 52.89% આવ્યું હતું.
નર્મદાને બે કેન્દ્રો રાજપીપલા અને ડેડીયાપાડા કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્રનું 52.17% પરિણામ આવ્યું હતું. જેમાં 508 વિધાર્થીઓ પૈકી 245 વિધાર્થીઓ નાપાસ થયાં હતા જયારે 265 વિધાર્થીઓ પાસ થયાં હતા. જિલ્લાનું કુલ પરિણામ 52.89% આવ્યું હતું. એ જ પ્રમાણે ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 55.88% આવ્યું હતું. જેમાં 204 વિધાર્થીઓ પૈકી 92 વિધાર્થીઓ નાપાસ થયાં હતાજ યારે 114 વિધાર્થીઓ પાસ થયાં હતા. જોકે નર્મદા જિલ્લામા A1 ગ્રેડમા આવેલ એકમાત્ર વિદ્યાર્થીની ધ્રુવી પાઠક વાત્સલ્ય વિદ્યાલય રાજપીપલા ( વિસ્ડમ સાયન્સ ) 94% સાથે જિલ્લામા પ્રથમ આવી હતી.
આજે સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. આ સાથે ગુજકેટ એટલે કે
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (ગુજસેટ-૨૦૨૨) પરિણામ પણ જાહેર કરવામા આવ્યું હતું. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી જોકે,ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષાના પરિણામ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ટ્વિટ કરીને વિગતો જણાવી હતી. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, આ વર્ષે નિયમ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે.
ધોરણ-૧૦ તથા ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન માસમાં અથવા તો મે ના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે. મોડામાં મોડું જૂનના બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવાની કામગીરી પૂર્ણ કરાશે તેવું સૂત્રોએ જણાવ્યુ હતું. આ પછી ૧૩ જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરુ
કરવામાં આવશે.
દીપક જગતાપ, રાજપીપલા