ગુજરાતમાં આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો મેળવી આદિજાતિ કોટામાં નોકરી અને પ્રવેશ મેળવતા હોવાની વાતને લઈને સાંસદમનસુખ વસાવા એ મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસના રાહુલ ગાંધી પર સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કરી કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું છે કે આદિવાસીઓ પર રાજનીતિ કરનારાઓ ખોટા પ્રમાણપત્રના મુદ્દે લડી બતાવો તો ખરા કહેવાય.
દાહોદમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે બીજી બાજુ ભાજપ દ્વારા કેવડિયા ખાતે આદિજાતિ મોર્ચાની રાષ્ટ્રીય
કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આવા પ્રસંગે સંસદે એક વધુ પત્ર લખીને સોસીયલ મીડિયામાં વાયરલ કરી બંને પક્ષોને અપીલ કરી છે.
સાંસદે પોતાની લેખિત અપીલમાં જણાવ્યું હતું કે બંને પક્ષના નેતાઓને મારી અપીલ છે કે જો તેઓ આદિવાસીઓને ખરા અર્થમાં હક્કો મેળવવા માંગતા હોય તો આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈને જેના કારણે ગુજરાતના હજારો આદિવાસી યુવાનો તેમના હક્ક અને અધિકારોથી વંચિત રહી છે, તેની ચોક્કસ ચર્ચા કરો. મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાતની અનેક સંસ્થાઓએ આ અંગે આંદોલન પણ કર્યું હતું, જેના કારણે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો હતો, પરંતુ ખોટા સર્ટિફિકેટવાળા રાજકીય નેતાઓના દબાણને કારણે તેમને મળવા જોઈએ તેવા પૂરા હક્કો અને અધિકારો મળી રહ્યાં નથી.
આ અંગે આદિજાતિ મંત્રી ગુજરાત રાજ્યના નરેશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના મુદ્દા પર સરકાર ગંભીર છે ખોટા પ્રમાણપત્રો લઈ જનારાઓને રોકવામાં આવશે. આ બાબતે અમારી અમારી વિશ્લેષણ સમિતિ આનો અભ્યાસ કરી રહી છે.અમે કડક પગલાં એટલે નથી લીધા કે ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં કોઈ સાચા વ્યક્તિનું પ્રમાણપત્ર રદ ના થઈ જાય માટે તપાસ કરીને આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાંસદ મનસુખભાઈ અમારા સિનિયર આગેવાન છે તેમનો મુદ્દો બિલકુલ સાચો છે એ પ્રમાણે અને કામગીરી પણ કરી રહ્યા છે. આદિવાસીઓને આ ભાજપ સરકાર અન્યાય નહિ થવા દે એવી ખાત્રી પણ આપી હતી.
દીપક જગતાપ, રાજપીપલા