Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

સાગબારા પોલીસે બનાવટી નંબર પ્લેટ મારૂતિ સુઝુકી સ્વીફટ કારમાંથી રૂ.૧,૩૪,૪૦૦/-નો દારૂ પકડ્યો છે. પ્રોહી મુદ્દામાલ તથા મારૂતિ કાર મળી કુલ કિ.રૂા. ૪,૩૪,૪૦૦/- નો મુદ્દામાલ સાગબારા કબજે કર્યો છે.

પોલીસ અધિક્ષક નર્મદા, પ્રશાંત સુંબે દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી કડક કાર્યવાહી કરવાની સુચના આપતાં સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન એક સફેદ કલરની મારૂતિ સ્વીફટ ડીઝાયર ગાડી નંબર-GJ-17-AP-
6201 ના ચાલકે ધનશેરા ચેક પોસ્ટ ખાતેથીવાહન ચેકીંગ કરતા પોલીસ સ્ટાફના માણસો જોઇ તેની ગાડી સાગબારા તરફ પુર ઝડપે હંકારી નાસી જતા જેને રોકવા માટે કે.એલ. ગળચર પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઇવે રોડ ઉપર ઉપર બેરીકેટ ઉભા કરી તથા રાહદારી વાહનો રોકી રોડ બ્લોક કરતા ગાડીનો ચાલક તેની ગાડી દુરથી મુકી નાસી ગયો હતો. જેમાંથી રોયલ બ્લ્યુ માલ્ટ વ્હીસ્કીની પેટીઓ નંગ-૨૮ કુલ ક્વાટરીયા નંગ-૧૩૪૪ કુલ કિ.રૂા.૧,૩૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કન્જ કરી સદર ગાડીની નંબર પ્લેટ ઉપર આગળના ભાગે GJ-17-AH-6201 તથા પાછળના ભાગે GJ-04-AP-1123 લખેલ નંબર પ્લેટ મળી આવેલ હોય જેથી મારૂતિ સ્વીફટ ડીઝાયર ગાડી કિ.રૂા.૩,૦૦,૦૦૦/-તથા કુલ કિ.રૂા.૧,૩૪,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૪,૩૪,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વાહન છોડી નાસી જનાર ઇસમ તથા વાહનના કબજેદાર વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

Advertisement

પોલીસ અધિક્ષક નર્મદા નાઓ દ્વારા જીલ્લામાં ગે.કા.રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે સખત પગલા લેવા તથા વઘુમાં વઘુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલનાં હવાલે કરવા સુચના આપતાં નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

હવે વોટસએપ, ઈમેલથી મોકલેલી કોર્ટની નોટિસ પણ માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?.જાણો વિગતે…

ProudOfGujarat

વડોદરા-બે વિદ્યાર્થી કેરલના કોચીમાં વરસાદી તાંડવમાં પાંચ દિવસથી મકાનમાં ફસાયા છે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!