નર્મદા જિલ્લામા નર્મદા ડેમ, કરજણ ડેમ સહીત અન્ય ડેમો સહીત પાણી પુરવઠાની યોજના અમલી બની છે. પણ આજે નર્મદાના આજે પણ એવા ગ્રામ્ય વિસ્તાર પણ જ્યાં પીવાનું પાણી નસીબ નથી. ભર ઉનાળાના 40 ડિગ્રી તાપમાનમા મહિલાઓને ૩ કિમી દૂર ખાડીમાંથી પાણી ભરવા માટે મજબૂર બનવું પડે એને કરુણતા જ કહેવાય. વાત ચંદપુરા ગામની છે. તિલકવાડાના ચંદપુરા ગામમા આઝાદી નાં 75 વર્ષ પછી પણ પીવાનું પાણી ગ્રામજનોનો નસીબ નથી એ બાબતે પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપોનાં સુત્રો સાથે તિલકવાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનમા જણાવ્યું છે કે તિલકવાડા મામલતદારને ઓળબિયા ગામ પંચાયતના ચંદપુરા ગામે આઝાદી નાં 75 વર્ષ પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનો મહિલાઓ ૩ કિમી દૂર ખાડીમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા, પાણીનાં અભાવે ગામની 75 વર્ષનાં દાદીની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. જંગલી જાનવરનાં હુમલા થતાં હોય અને ગામમાં બાલવાડી નહીં હોવાથી ગામનું એક પણ બાળક બાલવાડી જતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં સરકારી આવાસ યોજના મંજૂર થતાં નથી. ડો પ્રફુલ વસાવા દ્વારા છેવાડાના ગામો માટે ચાલતાં યુવા સંવાદ અભિયાનમાં ગામ લોકોએ પોતાના ગામની સમસ્યાઓ માટે રજુઆત કરી હતી જેનાં ભાગરૂપે આજે તિલકવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર સંબોધી આવેદનપત્ર આપી જલ્દી સમસ્યાનાં ઉકેલ માટે ચિમકી આપી છે.
આજે ડો પ્રફુલ વસાવાની આગેવાનીમાં તિલકવાડામાં રેલી કરી, ભાજપ સરકાર પાણી આપો, શિક્ષણ આપો,આવાસ આપોનાં સુત્રો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ચિમકી આપી કે જો ચંદપુરા ગામ લોકોને તત્કાલ પીવાં નું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ, આંદોલન શરૂ કરીશું.એવી ચીમકી પણ આપી છે. આવેદનપત્ર આદિવાસી ટાઈગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્રારા આપવામાં આવ્યું છે. જેમાં ડો પ્રફુલ વસાવાની સાથે કૌશિકભાઈ તડવી, કમલેશ ભાઈ ભીલ, ચંદપુરાનાં ગામજનો, ઓળબિયા ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ વસાવા હાજર રહ્યા.
દીપક જગતાપ, રાજપીપલા