Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

Share

ચૈત્ર માસમાં ૧ લી એપ્રિલથી 30 મી એપ્રિલ સુધી ગુજરાતમાં આવેલી એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલ પૂર્ણ થઇ છે. સમગ્ર પરિક્રમા દરમ્યાન દોઢ લાખથી વધુ પરિક્રમાવાસીઓ ઉમટ્યા હતા. સેવાભાવી સંસ્થાઓએ એમના માટે વિના મુલ્યે ચા પાણી, નાસ્તા, ભોજન છાસ, લીંબુ શરબત વગેરેની સેવાઓ આપી હતી પણ આ પરિક્રમા વાસીઓએ ઠેર ઠેર ગંદકી, કચરો, પ્લાસ્ટિકની પાણીની બોટલો, નાસ્તાની ડીશો, કોથળીઓ, ચાના કપ વગેરે ખાઈ પી ને પરિક્રમા માર્ગ પર અને ગમે ત્યાં નાખીને ચાલતી થતાં શરમ ઉપજાવે તેવા કૃત્ય સામે ફિટકારની લાગણી જોવા મળી.

આમ જનતામાં પણ આ ગંદકી કરવા સામે પણ શરમ શરમના પોકારો ઉઠ્યા હતા. જેમના માટે 40 ડિગ્રી ધોમ ધકતા તાપમા વિનામુલ્યે સેવા આપી એ જ પ્રવાસીઓએ ઠેર ઠેર ગંદકી કરવા સામે ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે. આવતા વર્ષથી લોકોએ આવી ગંદકી કરનારા સામે દંડ કરવાની માંગ કરી છે. ગંદકી કરનારાઓ માટે સેવા બંધ કરવી જોઈએ એવી પણ લોકોએ માંગ કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ટીવી કલાકારો સોરાબ બેદી અને અમી ગિલ નવા પાર્ટી ટ્રેક સાથે આવી રહ્યા છે, ‘લગદા નહીં’ – પોસ્ટર રિલીઝ

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ ગામે વર્ષમાં એક જ વખત ખીલતું બ્રહ્મકમળનુ ફૂલ ખીલ્યું

ProudOfGujarat

ભગવાન શ્રીકૃષ્ણે જન્મ લેવા માટે રાત્રે 12 વાગ્યાનો સમય અને બુધવારનો દિવસ કેમ કર્યો હતો પસંદ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!