છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગોરા નર્મદા તટે આવેલ શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો મેળો ભરાયો ન હતો પરંતુ હવે કોરોનાનું સંકટ ઓછું થતાં આ વર્ષે ભાતીગળ શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો મેળો ભરાયો છે. આ વર્ષે ગોરા મંદિર પરિસરને નવા રૂપરંગ મળ્યા છે. મંદિરથી નીચે જવાનો નવો રસ્તો બની ગયો છે નીચે સામે નર્મદા ઘાટ બન્યો છે જ્યાં આરતી થાય છે. જ્યારે જે મેદાનમાં દુકાનો લાગતી હતી ત્યાં હવે પ્રવાસીઓનું પાર્કિંગ
બની ગયું છે.
આ વર્ષે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે આ વર્ષે ચૈત્ર વદ તેરસથી અમાસ સુધી એટલે કે 28 એપ્રિલથી 30 એપ્રિલ સુધીત્રણ દિવસીય મેળો ભરાયો છે. મંદિરના વંશ પરપરાગત મહંત દેવેન્દ્ર કુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે શિવજીને પૌરાણિક આભૂષણોથી શુશોભીત કરવામાં આવે છે. પાલખી યાત્રા પણ નગરમાં કાઢવામાં આવે છે.
નર્મદા જિલ્લાનો સૌથી મોટો ગણાતા આ મેળામા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ મેળામા ઉમટી રહ્યા છે. જોકે 40 ડિગ્રી અસહ્ય ગરમીની અસર જોવા મળી રહી છે. ગોરા ખાતે આવેલ પ્રાચિન મૂળ શુલપાણેશ્ર્વર મહાદેવના મંદીરે સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડૂબમા જતા આ મૂળ મંદીરે નર્મદામા જળસમાધી લીધી હતી. ગોરા ગામે નર્મદા નદીથી ૧૬૦ ફૂટ દૂર નાની ટેકરી ઉ૫૨ ચૈત્ર વદ તેરસથી આમાસ સુધી ત્રણ દિવસનો મેળો ભરાય છે. જેમા ચૈત્રી આમાસનુ વિશેષ ધર્મિક મહત્વ હોવાથી ચૈત્રી માસે સૌથી મોટો મેળો ભરાતા લાખો શ્રધ્ધાળુઓ એ શુલપાણેશ્ર્વર મહાદેવના દર્શન કરી પોતાની બાધા, માન્યતા પુરી કરી ધન્યતા અનુભવી હતી. અહીં નિયમીત ગોરા ખાતે મેળો ભરાય છે. આ ભાતીગળ મેળામા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ મેળામા ઉમટ્યા હતા. આ વખતે નર્મદા સ્નાન પર પ્રતિબંધ ફરમાવતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
ચૈત્રી આમાસે વહેલી સવારે ગોરા પુલ નીચે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓએ નર્મદામા ડૂબકી લગાવી શ્રધ્ધા પૂર્વક નર્મદા સ્નાન કરતા હતા પણ આ વર્ષે પ્રતિબંધ મુકતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. ચૈત્રી આમાસે પુરાણોમા નર્મદા સ્નાનનો વિશેષ ધર્મિક મહત્વ છે. ભક્તોએ દાદાના દર્શન કરી પોતાની બાધા, મનોકામના પૂર્ણ કરી હતી. મેળામા દાળીયા બજારનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રમાથી દાળીયાના વેપારીઓ માટી સંખ્યામાં ઉમટયા હતા. મહારાષ્ટ્રના દાળીયા ખાસ વખણાતા હોવાથી મેળામાથી દાળીયા ખરીદવાનુ ગુજરાતીઓ ચૂકતા નથી. આજે ગુજરાતના લોકાએ દાળીયાની ધુમ ખરીદી કરી હતી. શિવજીને દાળીયા અતિ પ્રિય હોવાથી દાળીયાનો પ્રસાદ ચડાવવાનો અહી રીવાજ છે. શુલપાણેશ્વર મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા પણ નીકળી હતી.
ગોરા ખાતે શુલપાણેશ્ર્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસે વહેલી સવારે આરતી તથા પંચોપચાર પૂજા કરાઇ હતી. બપોરે પણ આરતી પૂજા બાદ શુલપાણેશ્ર્વર મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા વાજતે ગાજતે બેન્ડ વાજા સાથી નીકળી હતી. જેમા મોટી સંખ્યામા ભક્તો જોડાયા હતા.જ્યા મહાદેવને પવિત્ર નર્મદા સ્નાન કરાવી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આરતી પૂજન કરીને પાલખી યાત્રા વાજતે ગાજતી મંદિરે પહોચી હતી, અમાસના દિવસે
૨૪ક્લાક મંદીરના દ્વાર ખુલ્લા રાખવામા આવ્યા હતા. મંદીરે આગલે દીવસે માતાજી અને મહાદેવના પૌરાણિક ઘરેણા ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે ટ્રેઝરીમાથી લાવી ઘરેણા પહેરાવવમા આવ્યા હતા તથા શ્રીજીનો શણગાર કરવામા આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી.
દીપક જગતાપ,રાજપીળા