Proud of Gujarat
Uncategorized

બે લાખની લાંચમાં પકડાયેલ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ.

Share

રૂપિયા બે લાખની લાંચમાં પકડાયેલ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી એસ.પી કચેરી નર્મદા દ્વારા શરૂ કરાઈ છે. ડીએસપીપ્રશાંત સુંબેએ સસ્પેન્સનનો રિપોર્ટ ડી.જી.પી.ને મોકલાયો છે હવે તેમની જગ્યાએ નવા પી.આઇ તરીકે જે.કે. પટેલને નવો ચાર્જ સોંપાયો છે.

રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરી હરિયાણાના ગુરુગ્રામમાં 2 લાખની લાંચ લેતાં હરિયાણા સ્ટેટ એ.સી.બી. દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. એમની સ્થાનિક પોલીસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું હતું. આ કેસની તપાસ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરી કરી રહ્યા હતા. એ કેસમાં ફરીદાબાદના અમરનગરમાં રહેતા અમરિંદર પુરીને રાજપીપળા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો અને 24 ફેબ્રુઆરીએતેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એક તરફ નર્મદા પોલીસે મહામહેનતે આંતરરાજ્ય ફેક ડિગ્રી-માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું અને એની વિશ્વાસે રાખી રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીને આપી, તો બીજી બાજુએ જ જગદીશ ચૌધરીએ કૌભાંડના આરોપીના કેસને નબળો પાડવા લાંચ માંગે તો એનાથી મોટું કલંક નર્મદા પોલીસ માટે બીજું કોઈ જ ન કહેવાય. આ મામલે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લોકોની માંગ છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ બનાવીને ડી.જી.પી.ને મોકલી આપ્યો છે, એના ૫૨ ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જગદીશ ચૌધરી મૂળ બનાસકાંઠાના છે. જગદીશ ચૌધરી પોતાના અંગત કામ માટે રજા પર ઊતર્યા હતા અને અહીં જાણ કર્યા વગર દિલ્હી ગયા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

નાંદોદ નાવરાના યુવાનનો ચેક બાઉન્સ જતા રાજપીપલા કોર્ટે 1 વર્ષની કેદનો હુકમ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!