રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તાજેતરમાં કરોડોના ખર્ચે બારકોડ રીડર સાથે એન્ટ્રન્સ બનાવવા માં આવ્યો છે. અને સ્ટેચ્યુ ની ઓન લાઈન ટિકિટ હોય કે ઓફ લાઈન બારકોડ વાળી ટિકિટ હોય જે ટિકિટ બારકોડ રીડ કરે એટલે પ્રવાસીઓને પ્રવેશ અપાય છે. શુક્રવાર ના દિવસે પણ પ્રવાસીઓ ની સંખ્યા 10 હજાર જેટલી હતી જેને લઈને પ્રવાસીઓની ભીડ ની લાંબી લાઈનો પણ લાગી હતી ત્યારે સવારે ચાર પાંચ પ્રવાસીઓએ ટિકિટ બારી પરથી 380 રૂપિયા વાળી ટિકિટ લીધી જેમાં એન્ટ્રી પોઇન્ટ ટિકિટ મેચ ના થઇ એટલે ત્યાં ચેકીંગ કરનાર સિક્યુરિટીએ આ પ્રવાસીઓ ને અટકાવી દીધા આમ બે ત્રણ કેશ થયા એટલે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો અને ટિકિટ એજન્સી ના સંચાલક દોડી આવ્યા બાદમાં SOU ના આધિકારી ઓ પણ દોડી આવ્યા સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ બાદમાં સમાધાન કરી ને પોલીસે જવા દીધા પરંતુ બારકોડ રીડના થઇ એ ટિકિટ ચોક્કસ શંકાસ્પદ ગણી શકાય અને જો ટિકિટ ચેકીંગ કરવામાં આવે તો બોગસ ટિકિટો વેચાતી હોવાની પણ ગંધ આવી રહી હોય એમ લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજની હજારો ટિકિટો વેચાઈ રહી છે ઓનલાઇન ટિકિટો ને તો કોઈ પ્રશ્ર્ન હોતો નથી પણ જે સ્ટેચ્યુ કે શ્રેષ્ઠ ભારત ભવન ની ટિકિટ બારી પરથી લેવામાં આવે છે જેમાં કોઈ ગરબડ થતી હોય એમ લાગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચારેક પ્રવાસી ઓની ટિકિટ રીડ ના થઇ જેથી ટિકિટો ની પારદર્શક ખરાઈ જરૂરી છે. હાલ નવી એજન્સીએ કામ સંભાળ્યું છે જેમાં કર્મચારીઓ પણ નવા છે એટલે શંકાની સોય નવી એજન્સી સામે આવે છે.જેમાં સ્થાનિક અધિકારી ઓ પણ સામેલ હોઈ શકે જો આ ટિકિટ બોગસ હોય તો તપાસ જરૂરી જણાય છે.જોકે હાલ તો પોલીસે સમાધાન કરી મામલો થાળે પાડ્યો છતાં જો તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવી શકે. આ સમગ્ર ઘટના ની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
આરીફ કુરશી:- રાજપીપળા