Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : એકતાનગર ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ યોજાઈ.

Share

ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને એકતા નગર, ટેન્ટ સિટી -૨ ખાતે સમૃદ્ધ ખેડૂત – આત્મનિર્ભર ભારત હેઠળ એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટના કાર્યક્રમને તુલસી ક્યારાને પાણી આપી તથા માછલીઓને ચારો ખવડાવી કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા-નિદર્શે અનુસાર કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારો સાથે મળીને “ટીમ ઇન્ડિયા” તરીકે કામ કરે તો દેશ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે.

આ મીટમાં ૧૪ જેટલાં વિવિધ રાજ્યના મંત્રીઓની સાથે સચિવો, અધિકારીઓએ પણ ભાગ લીધો છે જેમાં વિવિધ યોજના અંગેની માહિતી, માર્ગદર્શન અને ફ્લેગશિપ યોજનાઓનું પ્રદર્શન, રજુઆતોને પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા રજૂ કરાયા હતા જેની સમીક્ષા કરીને પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નવા સુધારા કરાશે તેમ મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ, સમસ્યાઓની સાથે દેશના અન્ય રાજ્યોની આગવી કુશળતાનું અમલીકરણ જો ટેક્નોલોજીના માધ્યમ થકી કરવામાં આવે તો વધુ વિકાસ સાધી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રી રૂપાલાએ વ્યક્ત કર્યો હતો.

Advertisement

રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોઘોગ સમર મીટ યોજીને એક આગવી પહેલ કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો હોવાનું જણાવ્યું હતું. દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જ્યારે ખેડા જિલ્લાના ખેડુતોને અન્યાય થયો ત્યારે આ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને રજુઆત કરી ત્યારે સરદાર વલ્લભભાઈની આગવી સુઝબુઝના લીધે અંતે ખેડૂતોને ન્યાય મળ્યો હતો.

રાજ્યના માછીમારોની પાકિસ્તાન દ્વારા બોટ ઝડપી પાડવાથી ઘણા માછીમારોની રોજગારી બંધ થઈ ગઈ હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેવા પરિવારોને આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી હોવાનું મંત્રી ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું. ગુજરાત રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે જેથી ૩૧ જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરોને સૈધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ ૮ જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરો શરૂ કરાયા હોવાનું મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું

આ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂતોના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સેવાની ખાતરી કરવી,પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતાને પ્રોત્સાહન આપવું,કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાને મજબુતી જેવા વિષયો પર પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદઉપરાંત પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર તેમના વધુ સારા અને અસરકારક અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન, ચર્ચા અને આદાનપ્રદાન કરાયું હતું. આ કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા અને ઉપસ્થિત મહાનુભાવોએ ટેન્ટ સીટી-૨ ખાતે ગૌ પુજન પણ કર્યું હતુ.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : બર્ડફલુની દહેશત વચ્ચે તંત્રનું સર્વે, કાગડાઓનાં મોત બાદ નદી કાંઠાનાં વિસ્તારમાં કર્મચારીઓની સતત નજર..!!

ProudOfGujarat

GVK EMRI ૧૦૮ દહેજ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દહેજ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાની લેડી લેપર્ડ ડિઝાઈનર મેસન જેનયાંના 5 લાખના ડ્રેસમાં સૌને કર્યા આશ્ચર્યચકિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!