Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના કલ્પવૃક્ષ ગણાતા મહુડાની આવક થતાં ભાવમાં ઘટાડો.

Share

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના કલ્પવૃક્ષ ગણાતા મહુડા ફૂલની સિઝન લેટ શરુ થઈ છે. ત્યારે ચાલુ સાલે એપ્રિલના પ્રારંભે હાલ મોડી મહૂડાની સિઝન શરુ થઇ છે. ત આ વર્ષે નિગમ પાસે માંડ હજી આવક આવી જ નથી કારણ ભાવ ઓછા હોવાથી આદિવાસીઑ માર્કેટમા બહાર જ્યાં ભાવ વધારે હોય ત્યાં વેચી દે છે.

રાજપીપલા વન વિકાસ નિગમના ચેરમેનએમ એન વાઘેલાના જણાવ્યા અનુસાર આદિવાસીઓમાં માટે કલ્પવૃક્ષ અને રોજગારીનો વિકલ્પ મહુડા ગણાય છે. ચાલુ સાલે મહુડા ફૂલની આવક ઘટી ગઇ છે. સાથે ભાવમાં પણ વંધારો થયો નથી. નિગમનો કીલોનો ગયા વર્ષનો 30 રૂ.ના ભાવની સામે આ વર્ષે 29 રૂા.નો થયો છે. બીજી બાજુ ચૂંટણીટાણે દારૂબંધીનો કડક અમલ થતા દેશીદારુવાળા પણ હવે મહૂડાના ફૂલ લેતા નથી. નર્મદામાં ઝરવાણી, રાજપીપલા અને દેડીયાપાડા ખાતે કલેક્શન સેન્ટરો પર મહુડા ફૂલનું એકત્રીકરણ થાય છે. વહેલી સવારે આદિવાસીઓ મહુડા ફૂલ વીણવા ટોપલીઓ
લઇને આવવાના શરુ થયાં છે. મહુડા ફૂલ વીણીને તેને સુકવે છે, સુકવીને તે નિગમને કે એજન્ટને વેચે છે. પહેલા રોકડા પૈસા મળતા હતા હવે ચેકથી પેમેન્ટ થાય છે. મહુડાનાં ફૂલ આદિવાસીઓ માટે રોજગારીનું સાધન ગણાય છે. મહૂડાની સિઝન એપ્રિલથી ૩૦ મે સુધી ચાલે છે. મહૂડાના ઝાડ પર પહેલા પાન ખરી જાય છે તેથી ઝાડ બોડકુ થઇ જાય છે, ત્યાર પછી તેને હાથા આવે છે. પછી ફૂલ આવવાના ચાલુ થાય છે. ફૂલને વીણીને આદિવાસીઓ છાપરે ઘર પર સુકવી દે છે, અને પછી તેને વેચી દે છે.

જોકે મહૂડાનુ એક પરિપક્વ વૃક્ષ એક સિઝનમા એક મણ એટલે કે ૧૦૦ કીલો કરતા પણ વધુ ફૂલ આપે છે. મહૂડાની એક ખાસીયત એ છે કેતેના ઉપર એક પણ પાન હોતા નથી. મહૂડાનું એક ઝાડ સદીઓ સુધી મજબૂત એવુ લાકડું આપે છે કે જેને વહેરતાં બેન્સોના પાના પણ તૂટી જાય છે. મહૂડાનુ ફળ જેમાથી ડોળી બને છે. તેમાથી તેલ બને છે. જે સ્વાથ્ય માટે પોષ્ટીક અને આરોગ્ય વર્ધક ગણાય છે. સરેરાશ ૭ થી ૮ વર્ષે ફળ આપવા તૈયાર થતુ અને ૧૫ વર્ષે ભરપુર ફળો આપતા મહૂડાના વૃક્ષને કાપવા ઉપરસરકારે પ્રતિબંધ મૂકયો છે. આદિવાસીઓ માટે મહૂડો કમાઉ દીકરો ગણાતો હોવાથી તેમના માટે મહૂડો આરાધ્ય દેવ તરીકે તેની પૂજા પણ કરે છે, તેથી તેને કયારેય કાપતા પણ નથી.

મહુડાના ફૂલ, પાન, ફળ છાલ, મૂળિયા બધું જ ઉપયોગી છે જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.નેહા પરમારના જણાવ્યા અનુસાર મહૂડાના વૃક્ષને કલ્પવૃક્ષ
એટલા માટે ગણાય છે કે કારણ કે તેના ફળ, ફૂલ, પાંદડા, ડાળી, છાલ, મૂળીયા તમામ વસ્તુઓ પશુ તેમજ માનવ આહાર, બળતણ, ખાદ્યતેલ
તરીકે વપરાય છે. મહૂડાના તેલમાથી સાબુ-શેમ્પુ બને છે. તેલ કાઢયા પછી નીકળતો ખોળ પણ કેટલાં ફૂડ તરીકે કામમાં આવે છે. મહૂડાની
છાલમાથી આયુર્વેદીક ઔષધ બને છે. સુકા મહૂડામાં આંબળા, બહેડા, હરડે સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી યોગ્ય માત્રામાં લેવામાં આવે તે ગળાની ઉપરના રોગો મટે છે. મહૂડાના રસ સાથે મધ મેળવી તેનું નસ્ય કરવાથી હેડકી મટે છે. તાજા ફૂલોનુ શાક પણ બને છે. રક્તપીત્તમાં મહૂડાને મધમાં ચાટવાથી લાભ થાય છે. આદિવાસીઓ મહુડાના ફૂલને શેકીને ખાય છે. તેના ફૂલ વીર્ય વર્ધક, પૌષ્ટીક, સ્નીગ્ધ અને ચીકાસવાળા હોય છે. જે પાકેલા ખાવાથી વીર્ય બળમા વૃધ્ધિ થાય છે.

Advertisement

હવે તો મહુડાના લાડુ અવે બિસ્કીટ, આઇસ્ક્રીમ પણ બજારમાં ઉપલબ્ધ છે. પૌષ્ટીક ગણાતા મહૂડાને સુકવીને પ્રોસેસીંગ કરીને નાગલી સાથે મીક્સ કરીને દેડીયાપાડાના આદિવાસીઓ મહૂડાના બિસ્કીટ બનાવે છે. દેડીયાપાડાના એક ગૃપે મહૂડાના બીસ્કીટ બનાવી વન વિભાગના સૌજન્યથી ટ્રેડીશનલ ફૂડ ફેસ્ટીવલમાં ભૂલભૂલૈયા વાનગી મેળામાં ભાગ લઇ સારી એવી કામગીરી કરતા તેને વન વિભાગે બીરદાવી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાણી પ્રદૂષણ અંગે વિડિયો વાયરલ કરવો યુવકને પડયો ભારે, સાત શખ્શોએ માર મારતાં પોલીસમાં કરી ફરિયાદ

ProudOfGujarat

આમોદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર મા આગ.. ચાલક નો આબાદ બચાવ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ″મેરી મેટ્ટી મેરા દેશ″ કાર્યક્રમને અનુલક્ષીને માધ્યમો સાથે સંવાદ યોજયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!