Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું.

Share

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં કોવિડ-૧૯ વેક્સીનેશન, કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી વિવિધ કામગીરી માટે ઉત્તમ કામગીરી કરનાર તાલુકા કક્ષાના ૧૫ જેટલા આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વેક્સીનેશન ફેસીલેટરોને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયાં હતાં અને અભિનંદન પાઠવ્યા હતાં.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરોને સૌ પ્રથમ વેક્સીનેટ કરવામાં આવેલ ત્યારબાદ સરકારની ગાઇડલાઇનમાં જણાવ્યાં મુજબના તમામ લોકોને વેક્સીનેશન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૮ વર્ષના યુવાઓને ફસ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ ૧૮ થી ૬૦ વર્ષના તમામ લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવેલ છે અને ૬૦ થી ઉપરની વયના તમામ વયસ્કોને પણ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી કાર્યાન્વિત છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!