Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા એલ.સી.બી.એ ચાર જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

Share

કોમ્બિંગ નાઈટમાં નાંદોદના તરોપા ગામથી લાઈટના અજવાળે રમતા 4 ને દબોચી લેવાયા.
રાજપીપળા નર્મદા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા રાજેશ પરમારની સૂચના મુજબ એલસીબી પી.આઇ.એ.એમ.પટેલ,એલ.સી.બી.PSI સી.એમ.ગામીત અને ટીમે ગતરોજ રાત્રી દરમિયાન કોમ્બિંગની કામગીરી દરમિયાન નાંદોદના તરોપા ગામે લાઈટના અજવાળા નીચે જુગાર રમતા 4 જુગારિયાઓમાં ફુલસીંગ દલસુખભાઇ વસાવા રહે.આમલેથા(૨)વિશાલ પ્રકાશભાઇ અધ્યારૂ રહે.રાજપીપળા(3)ધર્મેન્દ્ર કિશોરભાઇ માછી રહે.રાજપીપળા અને (૪) મિતેશ અશ્વિનભાઇ રજવાડી રહે.તરોપા ને તીનપત્તી નો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૨૨૦/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ. ૧૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૧૧રર૦/-ના મુદામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આમલેથા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

ProudOfGujarat

મહેમદાવાદના કરોલી પાસે રૂ ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

ભરૂચમાં આવેલા ઉદ્યોગોને જિલ્લા કલેકટર દ્વારા ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપતા કર્મચારીઓ બસમાં જવાનાં બદલે બાઇક લઇને જતા આજે અસંખ્ય લોકોને અંકલેશ્વર પોલીસે બાઈક સાથે ડિટેઇન કરી દંડ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!