Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : નર્મદા ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કરાયું.

Share

આજે રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનોમા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત વિવિધ હોદ્દેદારો કાર્યકર્તા દ્વારા સમગ્ર જિલ્લામા મુલાકાત લઈ લાભાર્થી ગ્રાહકોને કુમકુમ તિલક કરી તેમણે અનાજની કિટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્મમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અન્ન વિતરણ યોજનાઅંગે માહિતી આપી સરકારની યોજના લાભ લેવા બદલ લાભાર્થીને ધન્યવાદ પાઠવ્યા હતા.

રાજપીપલા ખાતે વોર્ડ નંબર 4 મા નર્મદા ભાજપા મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના કાર્યકરો પુરવઠા વિભાગની સસ્તા અનાજ વિતરણની દુકાનોની મુલાકાત લીધી હતી જેમાં મહિલા મોરચાના મહામંત્રી દક્ષાબેન પટેલ, જિલ્લા ભાજપા મંત્રી મનીષાબેન ગાંધી સહીત મહિલા મોરચાની બહેનો તથા ઉત્કર્ષ પંડ્યા, કેતન પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે યોજનાના લાભાર્થીઓ સાથે કોવિડના મુશ્કેલ સમયમાં તેઓનેમફત રાશન આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓ વિશે વાર્તાલાપ કરતા જણાવ્યુ હતું કેઆજ રોજ તા ૧૩ એપ્રિલના બુધવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ વંચિત શોષિત અનુસૂચિત જાતિ પછાત વર્ગના ઉથાન માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના માહે ૧૩ એપ્રિલના રોજથી મુદત વધારી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજનાનો વધુમા વધુ લોકોને આ યોજનાનો લાભ અપાવવા બદલ લાભાર્થીઓએ ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા અને સુરતના માંડવી-બલાલતીર્થ,કાકરાપારમાં વહીવટી તંત્ર ની આંખો મા ધૂળ નાખી માફિયા મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે

ProudOfGujarat

રાજપીપળા : નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા.

ProudOfGujarat

ડભોઇ ને પાણી પુરી પાડતી લાઇન માં ભંગાણ, પાણી નો બગાડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!