Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં દેવલીયા ગામથી બોગસ ડોક્ટર ઝડપાયો.

Share

નર્મદા જિલ્લામાં બોગસ બોગસ ડોક્ટરોની ભરમાર જોવા મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનીની હાટડી ખોલી ગેરકાયદેસર રીતે એલોપથીની ટ્રીટમેન્ટ કરી ગરીબ ભોળા દર્દીઓ સાથે આરોગ્ય ચેડાં કરતા વધુ એક બોગસ તબીબ દેવળીયાથી ઝડપાયો છે.

આ અંગે તિલકવાડા પોલીસ મથકે ફરીયાદી ડો. સુબોધકુમાર કમલેશકુમાર પટેલ રહે.તિલકવાડાએ આરોપી અરૂણભાઇ સકારામ ચૌધરી રહે. દેવલીયા તા.તિલકવાડા જિ.નર્મદા મુળ રહે. નાગ બૈડા ફળીયુ પ્રકાશા ગામ તા.શહાદા જી.નંદુરબાર મહારાષ્ટ્ર સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ અરૂણભાઇ સકારામ ચૌધરી રહે. દેવલીયા તા.તિલકવાડા જિ.નર્મદા મુળ રહે. નાગ બૈડા ફળીયુ પ્રકાશા ગામ તા.શહાદા જી.નંદુરબાર મહારાષ્ટ્રએ કોઇપણ જાતના માન્ય મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકે બિમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ તથા ડીએનએસના બાટલા તથા ડીફાઇવના બાટલાઓ તથા દવાઓ આપી બીમાર લોકોના સ્વાથ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગે.કા રીતે મેડીકલ પ્રેકટીસ કરતા પકડાઇ જઈ ગુનોકરતા આરોપી પાસેથી પોલીસે દવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા તથા સુટકેસ નંગ ૧ કિ.રૂ.૧૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૭,૧૭૪/- ગણી તમામ દવાઓ તથા બાટલા અલગ અલગ ખોખાઓમાં મુકી પંચો રૂબરૂ તપાસના કામે કબજે કરેલ છે અને તેની સામે ઇ.પી.કો.કલમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક્સ એક્ટ ૧૯૪૦ અન્વયે ની કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

*નિવૃત આર્મી મેનના પુત્રની મહેનત રંગ લાવી,પાસ કરી યુ.પી.એસ.સીની પરીક્ષા *પંકજ યાદવે આસિસ્ટન્ટ કમાન્ડરના કામ સાથે કરી સખત મહેનત

ProudOfGujarat

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!