Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ પાસેથી મહારાષ્ટ્ર કતલ ખાને લઈ જતો 15 ભેંસો ભરેલો ટેમ્પો ફૂલવાડી પાસેથી ઝડપાયો.

Share

ડભોઈ પાસેથી મહારાષ્ટ્ર ધુલિયા કતલ ખાને લઈ જતો ખીચોખીચ 15 ભેંસો ભરેલો ટેમ્પો વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને ભારતીય આદિવાસી પક્ષના કાયૅકરોની ટીમે પશુ હેરાફેરીનું રેકેટ ઝડપ્યુ હતું. જોકે આમાં નર્મદા પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી !

પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાતના સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરોને એક ફોનથી માહિતી મળતા કતલખાને જતા આઈસર ટેમ્પાને રાજપીપલા પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય આદિવાસી પક્ષના કાયૅકરો સાથે મળીને કતલખાને લઈ જતા માલિક ફારૂકભાઈને ટેમ્પા સાથે પકડી પાડી પોલીસ જાણ કરી પોલીસને હવાલે કરવામાં આવી હતી. જેમાં 15 જેવા મૂંગા પશુઓનો જીવ બચાવી લેવામાં આવ્યો આવ્યો હતો.

બનાવની વિગત અનુસાર રાત્રીના સમયે ફૂલવાડી પાસેથી પસાર થતો આઈસર ટેમ્પો ગાડી નંબર જીજે 01/DZ/0566મા 15 જેટલી ભેસોને ટેમ્પામા લોખંડની કડી સાથે દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલી હાલતમાં ઘાસચારા, પાણીની વ્યવસ્થા વગર, હવાની અવરજ્વર ન થાય અને હલનચલન ન કરી શકે એવી રીતે ક્રૂરતા પૂર્વક 15 જેટલી ભેંસોને દોરડાથી બાંધેલી હાલતમાં, ભેંસોને બેસવા માટે કોઈ ઘાસચારો નહી પાથરી તેમજ ખાવા માટે ઘાસચારો કે પીવા માટે પાણીની સગવડો નહી રાખી પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરી તેમજ પશુ પરિવહન પહેલા પશુઓના તંદુરસ્તીનુ યોગ્ય સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર નહી મેળવી તેમજ પશુઓના ટ્રાન્સપોર્ટમાટે આર.ટી.ઓ તરફથી સ્પેશીયલ લાયસન્સ નહી રાખી પશુઓને ગેરકાયદેસર કતલખાનમાં લઇ જવા માટેની તૈયારી બતાવી આઈસર ટેમ્પો કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તેમજ ભેંસો નંગ-૧૫ (પંદર) કિ.રૂ. ૬,૫૦,૦૦૦/- તેમજ લાકડાના પાટિયાનંગ-૦૫, દોરડા નંગ-૧૭ ક તથા તાડપત્રી નમળી કુલ્લે રૂ.૬,૫૦,૦૦૦/- ના મુદ્દામાલઝડપી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Advertisement

પુષ્પરાજસિંહ સોમસિંહ ચૌહાણ,રાજપીપલાએ આરોપી ફારૂક દાદુભાઈ સીંધી, (મુળ રહે.સીધીયાપુરા નવીનગરી હાલ રહે.ડભોઈ જનતાનગરના નાકા પાસે તા.ડભોઈ જી વડોદરા)રાજપીપલા પોલીસમા પશુઓ પ્રત્યે ફરતા પ્રતિબંધ અધિનિયમની કલમ. 11(1)(d),11(1)(e), 1(1)(f) તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર (નિયંત્રણ) અધિનિયમ, ૨૦૦૫ ની કલમ-9(1)( ) તથા ટ્રાન્સપોર્ટ એન્ડ એનીમલ્સ રૂલ્સ-૨૦૦૧ નો રૂલ નંબર-૯૬ તથા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૮૯ રૂલ નંબર-૧૨૩ તથા મોટર વાહન અધિનિયમ કલમહેઠળ ફરિયાદ નોંધી છે.

કતલ ખાને લઈ જવાનાં ઇરાદે જતા ટેમ્પોને વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,અને ભારતીય આદિવાસી પક્ષના કાયૅકરોની ટીમે ઝડપી મૂંગા પશુઓને કતલ ખાને લઈ જતા અટકાવી 15 પશુઓને બચાવી લીધા હતા. આ ટીમમાં વિકેશ તડવી, રાજપીપલા શહેર બજરંગ દળ સંયોજક, હિરેનભાઈ વસાવા, ભારતીય આદિવાસી પક્ષના કાયૅકર, પુષ્પરાજ ચૌહાણ, જિલ્લા બજરંગ દળના પ્રમુખ, વિપુલભાઈ શહેર બજરંગદળના પ્રમુખ, નીરવ બારોટ જિલ્લા બજરંગ દળના સહમંત્રી વગેરેની ટીમે ટેમ્પો પકડાવી 100 નંબરથી કોલ કરી પોલીસને જાણ કરી પોલીસને સોંપી દીધી હતી.

કાર્યકરોના જણાવ્યા અનુસાર આ ટેમ્પામા ઉભી રાખેલ ભેંસોના પગ નીચે કેટલીક ભેંસોને નીચે સુવડાવેલી પણ હતી. કેટલીક ભેંસના કાન અને શિંગડુ પણ તૂટી જતા વેદના સભર કણસતી ભેંસોની દયનિય હાલત જોઈને કાર્યકરો પણ દ્રવી ઉઠ્યા હતા. કાર્યકરોના જણાવ્યા અનુસાર આ ટેમ્પામા લોખંડની કડીઑ બાંધેલી હતી. એનો મતલબ એ હતો કે આ લોકો પ્રોફેશનલ ધંધાદારી લોકો હતા. કદાચ રોજની આ રીતે પશુઓની હેરાફેરી થતી હશે. તો રાત્રીના અંધારામા પસાર થતાં ટેમ્પો નાકા ઉપર પોલીસ શું ચેક કરતી નહીં હોય? કે પછી પોલીસ તંત્રની સાંઠગાંઠ તો નહીં હોય ને? મૂંગા પશુઓને કતલ ખાને લઈ જવામાં તેના મુખ્ય સૂત્ર ધાર કોણ છે? આ ટેમ્પો ક્યાંથી આવ્યો હતો અને ક્યા લઈ જવાતો હતો એ તપાસનો વિષય બન્યો હતો.
15 મૂંગા પશુઓની હેરાફેરી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અને ભારતીય આદિવાસી પક્ષના કાયૅકરોની ટીમે પકડી છે ત્યારે નર્મદા પોલીસ રીતસરની ઊંઘતી ઝડપાઇ ગઈ હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે આ ટેમ્પો ગરુડેશ્વર દેવલીયા રાજપીપળા જકાતનાકા સુધી પહોંચી ગયા છતાં પણ કોઈ પણ પોલીસે ટેમ્પો ચેક કેમ કર્યો નહીં? ચેક કર્યા વગર આ ટેમ્પો બિંધાસ્ત છરકી ગયો! જો વિહિપના કાર્યકરોએ ટેમ્પોના પકડ્યો ના હોતતો આ ટેમ્પો કતલખાને પહોંચી જાત. એનો મતલબ એ થયો કે આ આમા પોલીસની સાંઠગાંઠ હોઈ શકે? આમાં પોલીસની સાંઠગાંઠ હોવાની આશંકા પણ વીએચપીના કાર્યકરોએ વ્યક્ત કરી છે.
આ અંગે બજરંગ દળ જિલ્લા પ્રમુખ પુષ્પરાજ ચૌહાણે ટેલિફોનિક મુલાકાતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ટેમ્પો ડભોઇ વિસ્તારમાંથી ભરાયો હતો. મહારાષ્ટ્રના ધુલિયા લઇ જવાનો હતો. આ ટેમ્પાની આગળ એક પાયલોટિંગ કાર પણ હતી. જોકે પાયલોટિંગ કાર પકડાઇ નથી અને તે લોકો નાસી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટેમ્પાનો માલીક જાતે ચલાવતો હતો. જોકે આવિહિપના કાર્યકરો દ્વારા પોલીસ ને જાણ કરી ટેમ્પો રાત્રે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. કાર્યકરોના જણાવ્યા અનુસાર સવાર સુધી પણ એફઆઈઆર નોંધાઈ નહોતી. તેનાથી વિહિપના કાર્યકરોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.પુષ્પરાજ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ ગરુડેશ્વર વિસ્તારની હદમાં બનેલ હોવાથી તેમણે ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ તમામ ભેંસોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું તેમને બોટલ ચઢાવવાની જરૂર પડી હતી. જોકે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમા કતલ ખાને લઈ જવાતી આ પશુઓની હેરાફેરી કોની રહેમનજરથી ચાલી રહી છે? એ લાખ રૂપિયાનો સવાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા જીલ્લા મેજિસટ્રેટ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તાનાં બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી.

ProudOfGujarat

સુરતની સેવાભાવી સંસ્થા ધરમપુરના આદિવાસી ગામને દત્તક લઈ સમૃધ્ધ બનાવવા કરે છે કામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!