Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની સ્કૂલોમાં બાળકોને રસીકરણ અંગે જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

Share

સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નવદુર્ગા હાઈસ્કુલ, રાજપીપળા સ્વામિ નારાયણ વિદ્યાલય ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારા બાળકોને રસીકરણ અંગે સમજવ્યા અને રસી મુકાવવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને નવદુર્ગા હાઈસ્કૂલમા શાળાના બાળકો સાથે રસીકરણ જાગૃતિઅંગે વાર્તાલાપ કરાયો હતો અને વહેલામાં વહેલી તકે બાળકો રસી લેતે અંગે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

આ પ્રસંગે મહિલા મોરચા નર્મદા ભાજપા પ્રભારી અને મહિલા અગ્રણી ભારતીબેન તડવી, ડો.દર્શનાબેન દેશમુખ, જિગીષાબેન ભટ્ટ તેમજ નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચા મહામંત્રી દક્ષાબેન પટેલ, મંત્રી જ્યોતિબેન જગતાપ તેમજ જિલ્લા અને રાજપીપલા શહેરની મોરચાની બહેનોની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીબેન તડવી, ડો.દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને બાળકોને રસી લેવા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા-સાગબારા ખાતે આપ પાર્ટી દ્વારા 4 નવેમ્બરના રોજ જન સંવેદના કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

સુરતમાં હવામાનની અસરથી રોગચાળાનો કહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!