Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પોસ્ટ ઓફિસમાં ઓછા મહેકમ વચ્ચે સતત કામના ભારણ હેઠળ કામ કરતા કર્મચારીઓની હાલત દયનિય.

Share

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે એક માત્ર પોસ્ટ ઓફિસ આવેલી છે. અગાઉ રાજપીપળામાં કુલ ત્રણ પોસ્ટ ઓફિસ હતી. જે પૈકી બે પોસ્ટ ઓફિસને બંધ કરી તમામ પોસ્ટ ઓફિસનું કામકાજ રાજપીપળામાં એક માત્ર પોસ્ટ ઓફિસમાં મર્જ કરી દેતા માત્ર 5 જ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.

રાજપીપળા પોસ્ટ ઓફિસનો મહેકમ પ્રમાણે એક પોસ્ટ માસ્ટર, ત્રણ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્તર, અને 10 કારકુન મળી કુલ ૧૪ કર્મચારીઓનું મહેકમ છે. તેની સામે આ એકમાત્ર પોસ્ટ ઓફિસમાં અત્યારે એક ઇન્ચાર્જ પોસ્ટ માસ્તર અને ચાર કારકૂન મળી પાંચ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આમ 9 કર્મચારીઓની ઘટ છે. આ અંગે પોસ્ટ ઓફિસના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર રાજપીપળા ખાતે આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં એક પાસપોર્ટ ઓફિસ પણ આવેલી છે જેમાં 4 કારકુન પૈકીનો એક કર્મચારી ફાળવેલ છે. પાસપોર્ટ ઓફિસનો એક કારકુન પાસપોર્ટ ઓફિસમાં આખો દિવસ બેસી રહેવાનું હોય છે પણ આ કર્માચારીને પાસપોર્ટ ઓફીસનું અને બાજુની પોસ્ટઓફિસનું પણ કામ કરવાનું હોય છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે મેન પોસ્ટ ઓફિસનું કામ કાજ હોય ત્યારે આ કર્મચારીને પાસપોર્ટ નું કામ પતાવીને પોસ્ટ ઓફિસનું કામ પણ કરવું પડે છે. ખરેખર પાસપોર્ટ ઓફિસની જગ્યામાં અલગ કાયમી કર્મચારીઓ હોવો જોઈએ તેને બદલે એક જ કર્મચારીને બન્નેનું કામ કરવું પડે છે. પાસપોર્ટ ઓફિસમાં કર્મચારી ન હોય ત્યારે ગ્રાહકો ઇન્કવાયરી મેઈન પોસ્ટ ઓફિસમાં આવી જાય છે ત્યારે ગ્રાહકોની લાઇનો લાગે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાસપોર્ટ સેવા કેન્દ્રમાં બે કર્મચારીઓ અમદાવાદથી એમઓયુના કરાર કરીને ફાળવેલ હતાં તેની સામે માત્ર એક જ કર્મચારી કામ કરે છે. તે ઉપરાંત નર્મદાની 19 ગામડાની બ્રાન્ચ ઓફિસના આધાર કાર્ડ બનાવવાનું કામની ડ્યુટી પણ આ જ કર્મચારીને સોંપવામાં આવેલ છે જેના કારણે કામનું ભારણ વધી જાય છે.

Advertisement

તે ઉપરાંત રાજપીપળા પોસ્ટ ઓફિસમાં રજીસ્ટ્રેશન બ્રાન્ચ આવેલી છે. જેમાં મનીઓર્ડર પીએલઆઈ આ કામો માટે બે માણસની જગ્યાનું છે તેની સામે એક જ માણસ NAC, KVP, અને સિનિયર સિટીઝનની ત્રણ વિભાગની એક જ બ્રાન્ચ બનાવી દીધી છે. આ ત્રણ વિભાગના કામોના ત્રણ કાઉન્ટર હોવા જોઈએ તેનેબદલે બે જ કાઉન્ટર બનાવ્યા છે. આ ત્રણ વિભાગની એકજ બ્રાન્ચ બનાવીને કામ વહેંચી દીધું છે અને તેને સેવિંગ્સ બેંકમાં મર્જ કરી દીધી છે જેના કારણે પણ કામનું ભારણ વધી જાય છે. એ ઉપરાંત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની કચેરીના રજીસ્ટરોનું બુકિંગ પણ થાય છે. આ પોસ્ટ ઓફિસમાં દરરોજ 300 જેટલું બુકીંગ આવે છે. જે બુકિંગનો સમય સવારે ૯ થી 3 નો હોય છે. પણ કામકાજનું ભાર એટલુ બધુ હોય છે કે આ કર્માચારીને ત્રણ વાગ્યા પછી પણ પાંચ વાગ્યા સુધી કામ કરવું પડે છે. ખરેખર આ બુકીંગ કામનો સમય 3 વાગ્યાં સુધીનો નો જ હોય છે. તે ઉપરાંત એલ.આઇ.સી, ડીએસપી ઓફિસ અને આરટીઓના લાયસન્સની કામગીરી પણ આ જ બ્રાન્ચમાં કરવાની થાય છે. જ્યારે ચારે બાજુથી કામનું ભારણ એટલું બધું વધી જાય છે કે કારકુનોને આ કામ કરી શકવા માટે અસમર્થ બની જાય છે. બીજી તરફ નર્મદા જિલ્લાના ૭૦ જેટલા એજન્ટોની સંખ્યા છે. રીકરીંગના સિડ્યુલ પણ વધારે આવે છે. જેને કારણે કાઉન્ટર પર ગ્રાહકોની લાઈન વધી જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પોસ્ટ ઓફિસમાં કેશિયર અને આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરની વધારાની ડ્યુટી આપી છે. અને તેમને આગળ બેસીને વાઉચર વેરીફાઈ કરવાનું કામ સોંપ્યું છે. ખરેખર આ કામ એની ડ્યુટીમાં આવતું નથીકેશીયરને તો માત્ર કેસ ગણવાનું અને લેવાનું જ કામ ઉપરાંત બેંકમાં કેશ લાવવા લઈ જવાનું તથા ચેકો આપવાનું કામ કરવાનું હોય છે. ત્યારે આ કેશિયરને આ વધારાની કામગીરી પણ કરવી પડી રહી છે.

રાજપીપળાની એક માત્ર પોસ્ટ ઓફિસ હોવા છતાં ત્રણ વર્ષથી પોસ્ટરની કાયમી ભરતી થઈ નથી અને ઇન્ચાર્જ પોસ્ટમાસ્તરથી જ કામ ચાલે છે માર્ચ મહિનામાં કામનું ભારણ હોય છે ત્યારે પણ આ કર્મચારીઓ એક પણ દિવસ રજા લીધી નથી.

ત્યારે ભરુચ ડિવિઝનની મેઈન ઓફિસને મહેકમ વધારવા વારંવાર રજુઆત કરી હોવા છતાં ઉપલા અધિકારીઓને સતત તાણ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે મહેકમ વધારવાની ચિંતા કરતા નથી તેનાથી કર્મચારીઓમાં ભારે રોષ છે. જાણવા મળેલી માહિતી અનુસાર ભરુચ ડીવીજનના ઉપલા અધિકારીઓ નર્મદાના કર્મચારીઓને ધાકધમકી આપતાં હોવા ઉપરાંત ન શોભે તેવા શબ્દો વાપરી ઉતારી પાડે છે. બદલી કરી દેવાની, પગાર
અટકાવવાની ધમકી પણ આપતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતની એક ગંભીર ફરિયાદ સાંસદ મનસુખ વસાવાને પણ કરાઈ હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ તાણ અને કામના ભારણ હેઠળ કામ કરતા કર્મચારીઓ ને ન્યાય મળે એવુ સૌ કોઈ ઇચ્છી રહ્યા છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે રાહતના સમાચાર : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

દિવાળી પહેલા રાજ્યમાં રીક્ષા ભાડામાં વધારો : 5 નવેમ્બરથી વસુલી શકાશે નવું ભાડું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!