Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ.

Share

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ બે દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં આજે પ્રથમ દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતિમા દીપ પ્રાગટ્ય કરી આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ.

છેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રાષ્ટ્રીય પરિષદ ન્યાયાલયોમાં મધ્યસ્થી અને ICT બંનેની વિશાળ સંભાવનાઓ જ નહીં, પરંતુ માર્ગમાં આવતા પડકારોનો શ્રેષ્ઠ પ્રતિસાદ રીતે કેવી રીતે આપવો તે અંગે પણ વિચારણા કરશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજ્જુએ જ્યુડીશયરી અને એક્ઝિક્યુટિવ વચ્ચે તાલમેલની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એમ સર્વગ્રાહી પ્રયાસો દ્વારા નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે મિડીએશન અને ન્યાય પ્રણાલીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ થાય તે માટે સરકારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Advertisement

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ જણાવ્યું કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલ દ્વિ દિવસીય નેશનલ જયુડીસરી કોન્ફરન્સ પ્રસગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ભૂમિ ગુજરાતમાં સૌને આવકારતા કહ્યું કે, આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સ્વાગત પ્રવચન કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું કે મધ્યસ્થી દ્રારા વિવાદનું નિરાકરણ એ ભારતની પ્રાચીન ન્યાય પ્રણાલીનો હિસ્સો છે. ભારતમાં હજુ પણ વિવાદનું વૈકલ્પિક નિવારણ માટે ઉચિત પગલાને અપનાવવામાં આવે છે. કોઈ વિવાદના સમાધાનકારી મધ્યસ્થીથી ઉકેલ માટે જિલ્લા ન્યાય તંત્રો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ, એમ.આર.શાહ, અબ્દુલ નઝિર, વિક્રમ નાથ, બેલાબેન ત્રિવેદી, મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, વિવિધ રાજ્યોની વડી અદાલતોના ચીફ જસ્ટિસ, રજિસ્ટ્રાર, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

‘ગુલાબ’ ની ગુજરાતમાં અસર : અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન સમારંભ યોજાયું, ઉમેદવાર મનહર પરમાર બોલ્યા, ભરૂચને સુધારવું છે, ધારાસભ્ય બન્યો તો પગાર નહિ લઉં.

ProudOfGujarat

ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી માટે ૩૫ ઉમેદવારી પત્રો ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!