રાજપીપળા જીલ્લા જેલના કેદીઓને ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થાન દ્વારા તાલીમ અપાશે.રાજપીપળાની જીતનગર ખાતે આવેલી જિલ્લા જેલમાં હાજર કેદી ભાઈઓને ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થાન,રાજપીપળા દ્વારા તાલીમ આપવામાં આવશે.રાજપીપળાની જિલ્લા જેલના કેદી ભાઈઓને ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થાન,રાજપીપળા દ્વારા ટુ-વ્હીલર રીપેરીંગ માટે ગ્રામીણ સ્વરોજગારી તાલીમ અંતર્ગત તા.૦૬/૧ર/ર૦૧૯ ના થી તાલીમ શરૂ શરૂ કરાશે જેમાં હાલ જેલમાં ૨૦ કેદી બંદીવાનોને આ તાલીમ આપવામાં આવશે. આ બાબતે તા.૫ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં ગુજરાત સ્ટેટ ફોર RSETI ના ડાયરેકટર હરેશ જોષી બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર,ભરૂચ જીલ્લો આર કે ગોહેલ,લીડ ડિસ્ટ્રીકટ મેનેજર ગોવિંદ ભાઇ પ્રજાપતી,સાથે સ્વરોજગારી તાલીમ સંસ્થાન રાજપીપળા ના નિયામક સતિષભાઇ ગોહિલ,જેલ અધીક્ષક એમ.એલ.ગમારા,જેલર બી.એમ.બારીયા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે આ સંસ્થા દ્વારા બંદીવાનોને ટ્રેનીંગ આપ્યા બાદ સમાજમાં પુન:સ્થાપન કરવા માટે જેલમાંથી મુકત થયા બાદ બે વર્ષ સુધી આ રોજગારી મળી કે નહિ તેની દેખભાળ રાખશે અને તેમને જેલમાંથી મુકત થયા બાદ પોતે પોતાના પગભર થાય તે માટે બેંકમાંથી લોન આપવા પણ મદદ કરવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવી છે. આ પ્રસંગે બંદીવાનોએ હર્ષભેર ભાગ લીધેલ હતો.
આરીફ જી કુરેશી,રાજપીપળા