Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ યોજાયો.

Share

કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ આયોજિત થયો હતો જેનો મુખ્ય ઉદેશ ખેડૂતના મંતવ્યો જાણીને વિષય અનુરૂપ વૈજ્ઞાનિકો ચર્ચા કરે, કુલ આઠ ગામોમાંથી ૧૨૪ ખેડૂત ભાઈ બહેનોનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કેવીકે નર્મદાના ડૉ.પી. ડી. વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ સર્વે આમંત્રિત મહેમાનો તેમજ ખેડૂત ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરીને જણાવ્યું કે જળ હી જીવન છે. પાણીનું મહત્વ જાણો, પાણીનો બચાવ કરો, ખેતી માટે ખાસ ટપક સિચાઈનો ઉપયોગ કરો, મુખ્ય જુવાર સશોધન કેન્દ્ર, સુરતથી પધારેલ ડૉ. બી. કે. દાવડા, સંશોધન વૈજ્ઞાનિકે ઓછા પાણીથી પાકે તેવા પાકોની ખેતી કરવાની સલાહ આપીને જણાવ્યું હતું કે જુવાર, શણ, મગ જેવા પાકોની સુધારેલી જતો વાપરીને વધુ ઉપજ લઈ શકાય છે. કામધેનુ યુનિવર્સિટિથી આવેલ ડૉ. ઈશમિથે મત્સ્ય પાલન કરીને ખેડૂતોની આવક બમણી કરવાના જુદા જુદા નવીન વિચારો રજૂ કર્યા. એક્વેરિયમની રંગબેરંગી માછલીઓનો ઉછેર, વેલ્યુ એડીસનથી વેપાર, ખેતરમાં પોંડ બનાવીને મત્સ્ય પાલન વિગેરે વાતો વિગતવાર કરી. કેવીકે નર્મદાના ડૉ.એચ.આર. જાદવ (વૈજ્ઞાનિક-પાક સરક્ષણ) ઉનાળુ પાકોમાં આવતા રોગો-જીવાતોની ચર્ચા કરી તેના નિયંત્રણ વિષે માર્ગદર્શન આપેલ. કાર્યક્રમના અંતમાં કેવીકે ફાર્મની વિઝિટ કરવામાં આવી હતી.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગમ્મે ત્યારે થઇ શકે છે જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!