Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લામાં રોમિયોગીરી કરતા લોકો ઉપર નિર્ભયા સ્કવોર્ડનો સપાટો.

Share

નર્મદા જિલ્લામાં રોમિયોગીરી કરતા લોકો ઉપર નિર્ભયા સ્કવોર્ડએ ફરી એક વાર સપાટો બોલાવ્યો છે. હાલ સ્કૂલ-કોલેજની પરીક્ષાઓ ચાલુ હોવાથી બહેન દીકરીઓને કોઈ પ્રકારની હેરાનગતિ ના થાય તે માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

પી.એસ.આઇ કે.કે. પાઠક ના નેતૃત્વમાં નિર્ભયા સ્કવોર્ડએ એક પછી એક પ્રજાલક્ષી કામ કરી નર્મદા જિલ્લામાંથી રોમિયોગીરી કરતા લોકોને બરાબરનો સબક શીખડાવી રહ્યા છે. નિર્ભયા સ્કોડ હાલમાં સ્કૂલ-કોલેજ ઉપર પરીક્ષાઓ ચાલુ હોવાથી બહેન દીકરીઓને કોઈ પ્રકારની અડચણ રૂપ ન થાય તેને ધ્યાને લઇ નર્મદા જિલ્લામાં સિંઘમ તરીકે ઓળખાતા પી.એસ.આઇ કે. કે. પાઠક નિર્ભયા સ્કવોર્ડ સાથે સતત પેટ્રોલિંગમાં રહી બહેન દીકરીઓનું સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. સ્કૂલ-કોલેજો અને બસ ડેપો ઉપર નિર્ભયા સ્કવોર્ડના બહાદુર જાબાજ મહિલા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રોમિયોગીરી કરતા રોમિયો સામે લાલ આંખ કરતા હાલ રોમિયોગીરી કરતા અટકી ગયા છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં નેહરુ યુવા કેન્દ્ર અને પોલીસ કર્મચારીઓનાં સહયોગથી સફાઈ અભિયાન થયું.

ProudOfGujarat

ખેડા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યનુ કોંગ્રેસમાંથી રાજીનામું.

ProudOfGujarat

વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાના પ્રકરણમાં આવ્યો વળાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!