Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવા વર્ષ ગુડી પડવા પર્વની ઉજવણી કરી.

Share

ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી. તેથી તેને સૃષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સૃષ્ટિનાં પ્રથમ દિવસને ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે. 

આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયનોએ આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગુડી પાડવા પર્વની ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રીયનોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઘરના ઉંબરે ગુડીને શણગારી પૂજન કર્યું હતું. મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપારિક પોશાક નવવારી સાડી પરિધાન કરી પુરુષોએ કુર્તા પાયજામા પહેરી ગુડી પૂજન કર્યું હતું.

ગુડી પડવાના દિવસે અભ્યંગસ્નાન કરવામાં આવે છે રાજપીપલાની મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી પડવો એ અમારા મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગણાય છે. આજથી અમારું નવું વર્ષ શરૂ થતું હોઈ આજના દિવસથી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. ગુડી પડવાનો દિવસ આ સાડા ત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું, કીમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ હતી.

Advertisement

આ દિવસે મહારાષ્ટ્રીયનો ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હારડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી પહેરાવાય છે. 

 આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

કોરોનાની બીજી લહેરનો સુર્યાસ્ત : 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર :‍ સરકાર.

ProudOfGujarat

શુદ્ધ જલ પ્રસાદમ ઉક્તિને સાર્થક કરવા પંખીઓ માટે પાણીના બાઉલનું ફ્રી વિતરણ ….

ProudOfGujarat

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે વલસાડમાં સંકલ્પ પૂર્ણ કરવાની રૂપાણીની ખાતરી : શ્રેણીબદ્ધ લોકોપયોગી યોજનાઓ અમલમાં મુકવા બદલ પણ વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!