Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લા આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય અમિત વસાવા ભાજપાથી કરાયા સસ્પેન્ડ.

Share

સાંસદ મનસુખવસાવા અને નગરપાલિકાના સદસ્ય ભરત વસાવાને વસાવા અમિતભાઈ વિઠ્ઠલભાઈ, કારોબારી સભ્ય – જીલ્લા આદિજાતિ મોરચા દ્વારા જાહેરમા બે તમાચ મારવાનો વાયરલ કરેલો વિડિઓ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે પાર્ટીના જ જવાબદાર હોદેદારે પાર્ટીના સિનિયર સાંસદને જાહેરમા માર મારવાની વાતથી પાર્ટીના કાર્યકર્તાઓમા ભારે રોષ ફેલાયો હતો.આ વાત પાર્ટીના પ્રમુખ સુધી પહોંચતા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલે અમિત વસાવાને પાર્ટીમાથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલે સસ્પેન્સનનો પત્ર લખી જણાવ્યું છે કે પાર્ટીના અનુશાસનમાં નહિં રહીને, પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીમાંથી પદ અને સભ્યપદમાંથી આપને સસ્પેન્ડ કરવામાં આવે છે. આમ અમિત ભાઈને વિડિઓ વાઇરલ કરવાનું ભારે પડી ગયું હતું. જોકે અમિતભાઈ સાંસદને તમાચો તો ન મારી શક્યા પણ પાર્ટી પ્રમુખે તેમને સસ્પેન્ડ કરીને તેમની કારકિર્દી પર જરૂર તમાચો મારી દીધો
છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા : સુરતમાં વોર્ડ નંબર-8 ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા : આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા.

ProudOfGujarat

ત્રિરંગમાં ભળી આત્મિયતા, ત્રિરંગા યાત્રા પર્વ પર ભરૂચની આત્મિય શાળાએ રચી અદભુત કૃતિ.

ProudOfGujarat

રાજપીપળા : નીતિ આયોગના એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામની કામગીરીમાં દેશના ૧૧૮ જિલ્લાઓમાં નર્મદા જિલ્લો અગ્રસ્થાને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!