નાંદોદના તાલુકાના ધારાસભ્ય પી.ડી વસાવાએ પણ નર્મદા કલેકટરને લેખિત પત્ર લખી ડેપ્યુટી કલેકટર નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ માટે વાપરેલા અપમાનજનક શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે દિવસથી સોસીયલ મિડીયા અને જુદાજુદા અખબારોના માધ્યમ દ્વારા જાણવા મળયુ છે કે, SOU ના નાયબ કલેકટર નિલેશ દુબેના આદિવાસી સમાજ પ્રત્યેના ઓડિયો કલીપમાં જે પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા છે એ માત્ર આદિવાસીસમાજની લાગણી દુભાવવાનું જ નહી પણ ઘનઘોર અપમાન છે. કોઈ સમાજને તેમના કપડાથી લઈ શું ખાય છે? કયાં રહે છે આવી બધી વાતો કરી સમાજનું નીચુ બતાવવુ એ ભારત દેશના સંવિધાનનું પણ અપમાન છે. આદિવાસી સમાજ આ દેશનો મુળ નિવાસી છે. એ આદિવાસી સમાજનું પોતાની ધરામાં જ હળહળતું અપમાન થાય એ અતિ અપમાનજનક દુર્ભાગ્ય ઘટના છે. અમારો સમાજ સખત નારાજ છે. આપને નમ્ર અરજ છે કે નાયબ કલેકટર નિલેશ દુબે સામે શિક્ષાત્મક કાયદાકીય પગલા લેવા અમારા સમાજની લાગણી અને મારી માંગણી છે.
દીપક જગતાપ, રાજપીપલા