Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ

Share

૩૧ મી માર્ચથી નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે નર્મદા પરિક્રમા બંધ રહી હતી જેને કારણે હજારો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરી શક્યા નહોતા પરંતુ આ વર્ષે ખોરાણાનું સંકટ કર્યું હોવાથી હજારો ભક્તો નર્મદા પરિક્રમા કરવા ઉમટે તેવી સંભાવના છે. આ અંગે સૌથી વધુ નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ ધરાવનાર નર્મદા પુત્ર સાવરીયા માણસ શંખ એ લોકોને નર્મદા પરિક્રમા કરવા કટિબદ્ધ બન્યા છે ત્યારે તેમના જણાવ્યા અનુસાર આ પરિક્રમાનો પ્રારંભ
31 માર્ચ 2022 ફાગણ વદ અમાસથી શરૂ થશે અને તેની પૂર્ણાહુતી 30 એપ્રિલ 2022 ચૈત્ર વદ અમાસના રોજ પૂર્ણ થશે.

પરિક્રમાનો પ્રારંભ રામપુરા (રાજપીપળા નર્મદા કિનારો) થી શરૂ થશે અને સીડી મકોડી ઘાટ -દન્ડી સ્વામી યોગાનંદ તીર્થાશ્રમ, ઉતરેશ્વર મહાદેવ પૂજન પ્રારંભ સવારે ૪ કલાકે, ધનેશ્વર મહાદેવ,મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, થઈને સમસ્ત માંગરોલ ગ્રામ દ્વારા પરિક્રમાવાસીઓનું સ્વાગત કરાશે. ત્યાંથી અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમથી વાવડીમાં વાવો રસ્તો છે. ત્યાંથી નાવડીથી તિલકવાડા-મણીનાગેશ્વર -કપિલેશ્વર મહાદેવ, ગ્રામ-વાસન રેંગણ, કામનાથ મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કરવાની રહેશે. ત્યાંથી સીડી મકોડી રસ્તાન-ઘર્મેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ તીર્થ આશ્રમ, પાંડવ ગુફા, રણછોડજી મંદિરે પહોંચશે. પગપાળા પરિક્રમા દરરોજ સવારે 4 વાગ્યાથી શરૂ થશે જ્યારે દરરોજ બપોરે ર કલાકે મોટર કાર દ્વારા પરિક્રમા શરૂ થશે. આ પરિક્રમાના મુખ્ય આયોજક નર્મદાપુત્ર સાવરિયા મહારાજ છે જેઓ વધુમા વધુ લોકો પરિક્રમાં કરે તે માટે ગામે ગામ પત્રિકા વહેંચી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

નર્મદા પુત્ર સાવરીયા મહારાજ છેલ્લા 1957 થી પરિક્રમા કરતા આવ્યા છે. અત્યાર સુધીમાં 51 લાખ જેટલી પત્રિકાઓ વેચીને લોકોને નર્મદા પરિક્રમા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ તેમને એક નવો વિક્રમ સર્જયો છે. તો દરવર્ષે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ ચાર રાજ્યોમાં જઇને 75 વર્ષની જૈફ વયે પત્રિકાનું વિતરણ કર્યું છે. ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે, હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટેથી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારમ્ભ થાય છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે. હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ સંતો મહંતો, ભક્તો, શ્રધ્ધાળુઓ, પરિક્રમા વાસીઓ માત્ર એક દિવસીય 21 કી.મીટરની પંચકોષી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે. સૌથી વધુ વાર મોટર માર્ગે 127 વાર, પગપાળા 7 વાર અને ઉત્તર વાહિની 522 વાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્નાર અને નર્મદા પુત્ર સાવરીયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે. જે પણ એક નવો વિક્રમ છે.

સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખતથી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે. ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની આવેલી છે જ્યારે મધ્યપ્રદેશમા 9 ઉત્તર વાહિની આવેલી છે. નાંદોદ તાલુકાના માંગરોલ, રામપુરા, ગુવાર, તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે. એમ કહેવાય છે કે નર્મદામા અસ્થિઓ પધરાવવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે, દરેક મનુષ્યનુ એકવાર નર્મદા પરિક્રમાનુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યામા ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. અહી નર્મદા સ્નાનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી, દિવડા તરાવી, નર્મદા પૂજન કરી, નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે. દર વર્ષે પરિક્રમા કરનારા લોકોની સંખ્યા વધતી જતી હોવાથી તેમના માટે સરકાર તરફથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં સરકારી તંત્ર તરફથી રામપુરા ઘાટ પાસે સીતારામ બાપાના આશ્રમ પાસે તિલકવાડા વચ્ચે નર્મદા કિનારે મણીનાગેશ્વર તેમજ રેંગણ નાવડી કિનારે 10 જેટલા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવનાર છે. રામપુરા ગામથી રાજપૂત લોકો દ્વારા ચા ની વ્યવસ્થા તથા અન્ય સમાજ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે, તથા ગયા વર્ષે વાસણમાં સરપંચ ભનુભાઇ રસ્તો બનાવ્યો હતો તેમ જ કેળા મફત ખવડાવે છે, એ ઉપરાંત સીતારામ બાપા આશ્રમ ન ભક્તો તરફથી ભાવનગરી ગાંઠીયા, તથા બપોર મફત ભોજન કરાવે છે. દર વર્ષે સેવાભાવી લોકો અને સંસ્થાઓ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્રમશઃ જોડાતા જતાં નર્મદા પરિક્રમા ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂરી કરાય છે.

Advertisement

વિશ્વમાં આવેલી અનેક નદીઓમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે, જે નર્મદા નદીનું ધાર્મિક મહત્વ સાથે અનેક લોકોની આસ્થાની પ્રતીતિ કરાવે છે. નર્મદા એટલે આનંદ આપનારી. પુરાણોમાં આ ઉપરાંત રેવા, સોમોધ્ભવા અને મેકલ કન્યકાનાં નામે વર્ણન કરવામાં આવેલું છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે બે થી ત્રણ વર્ષ લાગે છે. નર્મદા નદીએ ભારતની પાંચમાં નંબરની પૂર્વથી પશ્રિમથી તરફ વહેણ ધરાવતી મોટી નદી છે. નર્મદા નદીની કુલ લંબાઈ ૧,૩૧૨ કી.મી જેટલી છે અને કુલ પરિક્રમા રૂટ ૨,૬૨૪ કી.મી જેટલો થાય છે. વિંધ્ય પર્વતમાળાનાં અમરકંટકનાં ડુંગરમાંથી નીકળતી રેવા અને સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદા માંડલ નજીક મળે છે. મધ્યપ્રદેશમાંથી આવીને છોટા ઉદેપુર પાસે હાંફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા નદી અંતે ભરૂચ નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે અને અરબી સમુદ્રને મળે છે. ગુજરાતમાં નર્મદા નદીની કુલ લંબાઈ ૧૬૦ કી.મી જેટલી છે અને પરિક્રમા રૂટ ૩૨૦ કી.મી. જેટલો થાય છે.

વર્તમાન સમયમાં પરિક્રમા વાસીઓની સંખ્યા ઘટી હોય તેવું પ્રતીત થાય છે વળી, હવે પરિક્રમા કરતા યાત્રિકો નદી તટે તટે પરિક્રમા નથી કરી શકતા પરંતુ કેટલાક ભાગોમાં તો નદીથી ત્રણ-ચાર કિમી દુરથી પરિક્રમા કરવી પડે છે. ધન્ય છે નર્મદા પરિક્રમા રૂટમાં આવતા ગામોના લોકોને કે તેઓ આવનાર યાત્રીકોની ખુબ જ સારી રીતે સરભરા કરી રહ્યા છે જે વર્ષોથી પોતાની ફરજ ગણીને આ કાર્ય નિભાવી રહ્યા છે. ગાયકવાડ શાસકો સમયે પણ નર્મદા ઘાટ અને તેની આસપાસનાં વિસ્તારને ઉજાગર કરવા અને જુના ધર્મસ્થાનોને સમારકામ તેમજ નવા ધર્મસ્થાનો બાંધવા માટે મહત્તમ પ્રયાસો વર્તમાન અભ્યાસ પરથી જોઈ શકાય છે. આગામી સમયમાં સરકાર તરફથી પણ પરિક્રમાવાસીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિકાસ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે સારી બાબત છે. પરિક્રમા રૂટમાં આવતા મંદિરો, આશ્રમો, ગામો મોટા ભાગે ઐતિહાસિક ભૂમિકા ધરાવતા જાણવા મળે છે

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ગોધરા તાલુકાના મહેલોલ ખાતે રાષ્ટ્રીયકૃત બેંક શરૂ કરવા APMC ચેરમેનનુ કલેકટરને આવેદન..

ProudOfGujarat

પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા ભરૂચ ક્લેક્ટરને રાવ

ProudOfGujarat

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!