Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની પ્રથમ નીર્ભયા ટીમે નર્મદાના અંતરિયાળ ગામોમાં નારી સંરક્ષણ બાબતેની સમજ આપી.

Share

રાજપીપળા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંહના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી નીર્ભયા ટીમ નર્મદા જિલ્લાના છેવાડાના ગરૂડેશ્વર તાલુકાના માકડ આંબા ગામ ખાતે નીર્ભયા ટીમના PSI કે. કે.પાઠક તેમજ ટીમના બહાદુર મહિલા પોલીસ કર્મચારીઓમાં પદમા બેન,લતાબેન,વર્ષાબેન,ભાવનાબેન,તરૂલતાબેને લોકોને ગામના એક મંદિરના ઓટલા પર એકઠા કરી લોકોને નીર્ભયા પ્રત્યે સમજ આપી અને કોઈ પણ મહિલા સાથે થતા અત્યાચાર નીર્ભયા ટીમને ખબર પડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોઈ પણ પ્રકારની અડચણ હોય નિર્ભયા સ્કોડની ફરીયાદ પેટીમા જે અત્યાચાર થતો હોય તેની એક ચિઠ્ઠી લખીને નાખે તેમનુ નામ ગુપ્ત રાખવામાં આવશે. નીર્ભયા સ્કોડનો મુખ્ય ઉદ્દેશ જીલ્લાના તમામ બહેન દિકરીઓની સલામતી પુરી પાડવી જેથી  દરેક બહેન દિકરીઓ ભણી ગણી ને આગળ આવી સમાજ નુ અને  જિલ્લાનુ નામ રોશન કરે,PSI પાઠકે તમામ ગ્રામીણ લોકોને ખોટા વ્યસનોથી દુર રહેવા માટે સમજ પાડી હતી.આવી સારી કામગીરી માટે નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિહ ના અને પીએસઆઇ પાઠકના સતત પ્રયાસોથી જીલ્લામાં એક સારા અને સંસ્કારી સમાજનુ નિર્માણ થઇ રહ્યું છે જેથી આવા અધિકારી ઓથી જીલ્લાના લોકોને ખુબ જ ગર્વ છે.અને બહેનો દીકરી ઓની પણ સલામતી જોવા મળી રહી છે.

ગૌતમ વ્યાસ:- કેવડીયા

Advertisement

Share

Related posts

ઝઘડીયા : સિમધરા નજીક ટ્રક અકસ્માતમાં એકનું સ્થળ પર મોત – એકને ઇજા.

ProudOfGujarat

ભરૂચ-CISFના કોન્સ્ટેબલ પાસેથી ATMની વિગતો મેળવી 45 હજારની ઠગાઇ..

ProudOfGujarat

સલામત સવારી એસ.ટી હમારી સુત્રના ધજાગરા ઊડ્યા.ચાલુ બસે બ્રેક ફેઇલ થતા ઉભેલી ટ્રકમાં એસ.ટી બસ ધડાકાભેર અથડાતા 20 લોકોને ઈજા પહોંચી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!