દેશના જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા દેશભરમાં ૪૮ કલાક માટે રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની અસર નર્મદા જિલ્લામાં પણ જોવા મળી હતી. જેમાં બેંકો, પોસ્ટ ઓફિસ, અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાઇ જતાં તેમની કામગીરી ખોરવાઇ ગઇ હતી. ખાસ કરીને નર્મદા જિલ્લા આરોગ્ય સંઘ દ્વારા 450 જેટલા આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઇ જતા આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં ખાસ કરીને 450 જેટલા આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ જવા પામી હતી. તેમજ વેક્સિનેશનના સર્ટિફિકેટ મેળવવા પણ મુશ્કેલી હતી. આ અંગે આરોગ્ય કર્મચારી મહાસંધ નર્મદાના પ્રમુખ મીતેશભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના કાર્યક્રમોમા જોડાયા હતા. અગાઉના ત્રણ ત્રણ આંદોલન વખતે થયેલ સમાધાન મુજબ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણી અંગે દુર્લક્ષત સેવાતા ૨૮/૦૩/૨૦૨૨ ના રોજથી કામગીરી ચાલુ રીપોર્ટીગ બંધ સહિત વિવિધ આંદોલનના આદેશ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે. જેમાં તા. ૮-૩-૨૦૨૨ના રોજથી જોબ ચાર્ટને લગતા વર્કલોડ તથા રાજય સરકારની યોજના, કાર્યક્રમો અંગે તમામ કામગીરી, તે અંગેની માહિતી, રિપોર્ટ કરવો, સબસેન્ટર, પ્રથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા તમામ કેડરના તમામ પ્રકારે ઓનલાઈન તથા ઓફ લાઈન રીપોટીંગ કામગીરી, તમામ કે ૨ ના ડેઈલી, વીલી અને મંથલી કોઈપણ રિપોર્ટ, ૫.૫ હે.વ. ને ફિમેલ હેલ્થ વર્કરનો ટેકો મોબાઈલની કામગીરી, સીટ લાગુ પડતા તમામ ડેઈલી, મંથલી, રીપોર્ટ તથા ઓનલાઈન કામગીરી, એલ.ટી.-૧ એલ.આઈ.એસ, કામગીરી તથા અન્ય ઓનલાઈન કામગીરી, રટાફ નર્સને લગતી રિપોટીંગ કામગીરી, ડેટા ઓપરેટરને કોઈપણ લખિત કે મૌખિક માહિતી વગેરે કામગીરી ખોરવાઇ જવા પામી હતી. જોકે RTPCR સેમ્પલ અને કોવિડ-૧૯ પોઝીટીવ કેસોનું રીપોટીંગ તેમજ રોગચાળા અંગેની કામગીરી અને રીપોટીંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
જ્યોતિ જગતાપ રાજપીપળા