Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જતાં નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા.

Share

વન રક્ષકના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર પાસે કોંગ્રેસના 30 થી 35 જેટલાં કાર્યકરોને પોલીસે ડીટેઈન કરી દીધા હતા. જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અજય વસાવા, ઉપપ્રમુખ રાહુલ સોલંકી, મહામંત્રી જયેશ વસાવા, વિધાનસભા યુવા પ્રમુખ ઉપપ્રમુખનીતિન વસાવા, તથા વિધાનસભાના એસ.સી એસ.ટીના ઉપ પ્રમુખ ગૌરાંગ મકવાણા સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે પોલીસ વાનમાં બેસાડી ડિટેન કરી રાજપીપળા પોલીસ મથકે લઇ ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી બપોર પછી છુટકારો થયો હતો. જોકે ડિટેઇન કરતી વખતે કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા હતા.

ત્યારે બીજી તરફ વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું વન રક્ષકનું પેપર ફૂટ્યુ જ નથી અને જો કોઈ પેપર ફૂટ્યુ હોય તો કોંગ્રેસ પુરાવા લાવે. કોંગ્રેસ યુવાનો મનોબળ તોડવાના પ્રયાસો કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

એક દિન કા સીએમ – છ ઈન્ટરવ્યૂ રાઉન્ડ પાર કર્યા બાદ અમદાવાદના આ વિદ્યાર્થીને સીએમ બનવાનો મળ્યો મોકો.

ProudOfGujarat

આજે સુરત જિલ્લાની માંગરોળ તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!