Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા TMT મશીન અપાયું.

Share

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા રૂા. ૨.૬૦ લાખના ખર્ચે TMT ની ફાળવણી કરવામાં આવતા તેને આજથી કાર્યરત કરાયું છે. જેથી રાજપીપલા શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાના લોકોની આરોગ્યની સુવિધાઓમાં વધારો થશે.

સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા રૂા. ૨.૬૦ લાખના ખર્ચે એક TMT (Machine treadmill test) ની ફાળવણી કરવામાં આવી છે. જેથી આધુનિક મેડીકલ ઉપકરણની વધુ એક સુવિધા ઉપલબધ્ધ થઇ છે. આ મશીન દ્વારા હોસ્પિટલ ખાતે આવતાં મોટી ઉંમરના દર્દીઓ (૪૫ વયથી વધુ) ને છાતીમાં દુખાવો ઉપડતો હોય તેવા દર્દીઓને હદયનો હુમલો આવવાની શક્યતા છે કે નહી તેની તપાસથી ખબર પડશે અને તેની સારવાર સમયસર કરવામાં સરળતા રહેશે. તેમજ દર્દીઓને હદયનો હુમલો આવતાં પહેલા સારવાર ચાલુ કરી શકાશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચનાં શીતલ સર્કલ પાસે સત્તા બેટિંગનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!