Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં જિલ્લાના વિવિધ ગામમાં ટીબી દિવસની કરાઈ ઉજવણી.

Share

નર્મદા જિલ્લામા રાજપીપલા, નિવાલ્દા, સાંજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી તેમજ મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જીલ્લા ક્ષય કેન્દ્ર, નર્મદા દ્વારા જીલ્લા પંચાયત રાજપીપલા કોન્ફરન્સ હોલ ખાતે વર્લ્ડ ટીબી દિવસ નિમીતે કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, આરોગ્ય સમિતીના ચેરમેન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, તથા જીલ્લા ક્ષય અધિકાર નર્મદા ડો.ઝંખના વસાવા નર્મદા જીલ્લાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વર્લ્ડ ટીબી ડે નિમીતે ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી મુકત ભારત” કરવાના આહવાનને ધ્યાને રાખીને નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તેમજ વર્ષ ૨૦૨૧ દરમિયાન મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ ટેકનીશીયન તથા આશાવર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયારે દેડીયાપાડા ખાતેના નિવાલ્દા ડીસ્પેન્સરી ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા નિવાલ્દા ડીસ્પેન્સરીના હેડ ડો.સાઈની થોમસ, જીલ્લા ક્ષય અધિકારી ડે. ઝંખના વસાવાની હાજરીમાં રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને “ટીબી હારેગા દેશ જીતેગા”, ટીબી ભગાઓ દેશ બચાઓ જેવા નારા સાથે આખા ડેડીયાપાડા ખાતે રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. અહીં પણ ટીબી રોગથી નર્મદા જીલ્લો, ગુજરાત રાજય અને ભારત દેશને ટીબી મુકત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

એ ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ તથા ગ્રામજનોને જીલ્લા ક્ષય અધિકારીડો, ઝંખના વસાવા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે.સુમન દારા લોકોને ટીબી રોગની વિસ્તાર પૂર્વક માહીતી આપી સામુહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી – ખાંસી – તાવનાં કેસમાં વધારો…

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરાઈ

ProudOfGujarat

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!