Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાહન ચોરીના ગુનામાં ચોરાયેલ BMW કારને પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી શોધી કાઢતી સાગબારા પોલીસ.

Share

હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા તરફથી વાહન ચોરીના બનાવ બનતા અટકાવવા તથા ચોરીમાં ગયેલ વાહન શોધી કાઢી અસરકારક કામગીરી કરવા માટે આપેલ સુચના આધારે રાજેશ પરમારના.પો.અધિ. રાજપીપલા વિભાગ રાજપીપલા તથા પી.પી.ચૌધરી CPI ડેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ સાગબારા પી.એસ.આઇ.કે.એલ.ગળચર તથા પોલીસ સ્ટાફ માણસો સાથે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, કોલવાણ ગામ પાસે એક BMW કાર બીનવારસી હાલતમાં પડી રહેલ છે જે બાતમી આધારે સ્થળ ઉપર જઇ તપાસ કરતા BMW કાર બીનવારસી હાલતમાં હોય અને જેનો આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ન હોય ગાડીની અંદર ચેક કરતા એક નંબર પ્લેટ નંબર GJ-19-AA-4022 ની હતી અને સદર વાહનનો એન્જીન નંબર જોતા 76908560 તથા ચેચીસ નંબર જોતા WBA1c170501895662 હોય બીનવારસી BMW કારને સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી સ્ટે.ડા.એન્ટ્રી નંબર ૧૧/૨૦૨૨ થી નોંધ કરી સદર BMW કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા એન્જીન ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં વાહન સર્ચ કરતા સદર BMW કાર બારડોલી પો.સ્ટે.મા ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ગુનામાં ચોરીમા ગયેલ વાહન હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર બારડોલી પો.સ્ટે.ને વાયરલેસ મેસેજથી આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ભાજપ-કોંગ્રેસને હંફાવશે ખરા ??

ProudOfGujarat

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફટકારેલી સજા પર લગાવી રોક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!