Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાયબ કાર્યપાલક ઇજનેરનો શિક્ષણ પ્રત્યેનો અનોખો પ્રેમ…જાણો.

Share

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામની સ્કૂલોના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી શકે અને ટૂંક સમયમાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત વસાવાએ નર્મદાની અંતરિયાળ ૨૫ જેટલી સ્કૂલોમાં પોતાના સ્વખર્ચે ધોરણ 10 ના મહત્વના વિષયોના પ્રશ્નોનો જવાબ સાથે એસાઇનમેન્ટ સેટ તૈયાર કરી બારસો જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને મૂલ્ય એસાઈમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નપત્રો અને તેના સોલ્યુશન સાથે જવાબો આપ્યા છે. સામાન્ય વિદ્યાર્થી પણ તેને સારી રીતે સમજી શકે એવી ભાષામાં તૈયાર કરેલા દરેક વિષયના પ્રશ્નો સેટ સાથે હેમંત ડી વસાવા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજપીપળાના અધિકારી એ પોતાના સ્વ ખર્ચે વિનામૂલ્યે 1200 જેટલાં ધોરણ 10 ના વિધાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

હેમન્ત વસાવાના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લો એસપીરેશનલ ડિસ્ટ્રીક્ટ છે. આમાં બહુધા આદિવાસી અને સામાન્ય ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. મહત્વની વાત એ છે ધોરણ 10 ની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી હોઈ વિદ્યાર્થીઓ માટે કેરીયરનું મહત્વનું વર્ષ છે. બજારમાં પરીક્ષાલક્ષી ગાઈડ, અપેક્ષિત, અને અન્ય સાહિત્ય ખૂબ મોંઘા મળે છે. જે સામાન્ય અને ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓનો વિચાર કરી અને આવું સાહિત્ય જરૂરિયાત મંદવિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળે તે માટેનો પ્રયાસ કર્યો છે એ માટે જિલ્લા જિલ્લા શિક્ષણઅધિકારીનો સંપર્ક કરી ધોરણ 10 માં જે શાળાનું પરિણામ ઓછું અથવા નબળું આવે છે એવી સ્કૂલોનું લીસ્ટ મંગાવી આવા બાળકોને આ સાહિત્ય એસાઈમેન્ટ વિનામૂલ્યે આપવાનું નક્કી કર્યું જેથી બાળકો સારી રીતે તૈયારી કરીને સારું પરિણામ લાવી શકે તે માટેનો મારો સ્તુત્ય પ્રયાસ છે.

Advertisement

જેમાં ડુમખલ, માલસામોટ, મોઝદા, પીપલોદ, ખોપી, પાટ, જાવલી, સોલિયા, ગાજરગોટા ઉમરાણ, કોલવણ, ફુલસર, બોરીયા, જાનકી આશ્રમ, નવાગામ પાનુડા જેવી કૂલ ૨૫ જેટલી અંતરિયાળ ગામોની સ્કૂલોમાં પાંચ વિષયોના એસાઈમેન્ટના 1200 સેટ તૈયાર કરી 1200 વિદ્યાર્થીઓને વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક અધિકારી પણ માનવતાવાદી અભિગમ અપનાવે અને આવા જ વિદ્યાર્થીઓ માટે વિચારી પોતાનું યોગદાન આપેતો જરૂર સોનામાં સુગંધ ભળે. હેમંત વસાવાએ પોતે શિક્ષણ ક્ષેત્રે બાળકો માટે જે કાર્ય કર્યું તેનેશિક્ષણ પ્રેમીઓઓએ બિરદાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદના યુવકે લોન માટે ગૂગલ સાઈટ પર સર્ચ કરતા ૫૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!