નર્મદા જીલ્લાએ જિલ્લાને સરકારની યોજના હેઠળ સુખ સુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીયસ્તરે નામના મેળવીને ગુજરાતની નામના વધારી છે. માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે એવા દેશના ૧૧૮ જિલ્લાઓમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે.તેના અમલીકરણમાં નર્મદા જિલ્લો આ તમામ ૧૧૮ જિલ્લાઓમાં અગ્રસ્થાને છે. જે ગૌરવ લેવા યોગ્ય બાબત છે.
આ પ્રોગ્રામના મિશન ડાયરેક્ટર રાજીવ રંજને એક પત્ર પાઠવીને ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર સમક્ષ વ્યક્ત કરી છે. તેના શિરપાવ રૂપે નીતિ આયોગે નર્મદા જિલ્લાને વધારાનું રૂ.૩ કરોડનું અનુદાન ફાળવવાની જાહેરાત કરી છે. અગાઉ ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ શિક્ષણના નવીનીકરણ માટે રૂ.૬ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ શિક્ષણના વિષયમાં થયેલી નમૂનેદાર કામગીરીનો હર્ષ વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર ડી.એ.શાહે જણાવ્યું કે શિક્ષણનું ઘણું સારું કામ નર્મદા જિલ્લામાં થયું છે.જિલ્લાની ૧૧૮ સરકારી પ્રાથમિક શાળાઓમાં તેના હેઠળ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. તેનાથી શિક્ષણ સુધારણામાં જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. હું ટીમ નર્મદાના અથાક પરિશ્રમને બિરદાવું છું તેમની કામગીરી સર્વશ્રેષ્ઠ રહી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા