રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ નર્મદા ભાજપે કુપોષિત બાળકોને સમર્પિત કર્યો હતો. અને નર્મદા ભાજપાના કાર્યકરોએ રેડ ઝોનમાં આવેલા 702 કુપોષિત બાળકોને ગ્રીન ઝોનમાં લાવવાનો સંકલ્પ લીધો હતો. જેમાં દરેક તાલુકામાં પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી નીલ રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના કુપોષિત બાળકોને શોધી રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમા લઈ જવાનાં શુભ હેતુથી નર્મદા ભાજપે એસપીરેશનલ ડીસ્ટ્રીક નર્મદા જિલ્લાને કુપોષણમુક્ત નર્મદા જિલ્લો બનાવવાની નેમ સાથે દરેક તાલુકામાં આવા કુપોષિત બાળકોને શોધીભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમને ઘરે જઈ પોષણયુક્ત આહાર કીટ જેમાં સફરજન, ચીકી, ચણા, ખજૂર અને દૂધ કીટ સ્વરૂપે વિતરણ કરી તેમના વાલીઓને પોષણનું મહત્વ સમજાવી નિયમિત પોષણયુક્ત આહાર લેવા સમજાવ્યા હતા અને સમયાંતરે તેનું વજન, હિમોગ્લોબીન તથા મેડિકલ ચેકઅપ કરી બાળકોના સારા સ્વાસ્થ્યની ચિંતા કરી હતી.
આ પ્રસંગે નવારાજુવાડીયા, પ્રતાપનગર તેમજ રાજપીપલા ખાતે બાળકોને ઘરે જઈને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કર્યું હતું અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું જેમને પોષક આહારની કમીને કારણે જે બાળકો કુપોષણનો શિકાર બન્યા છે એવા બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજે આદરણીય પાટીલ સાહેબનો જન્મ દિવસ અમે કુપોષિત બાળકોને સમર્પિત કર્યો છે તેમજ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ, બિસ્કિટ વિતરણ કરી સેવા દિવસ તરીકે ઉજવ્યો છે.
જયારે રાજપીપલા ખાતે ભાજપા મહિલા મોરચાની બહેનો તેમજ અન્ય કાર્યકર્તાઓ 11 જેટલાં કુપોષિત બાળકોને ઘરે જઈ પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કર્યું હતું. ગોપાલપુરા ગામમા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જિલ્લા ભાજપના કાર્યકરોએ આંગણવાડીના બહેનો સાથે રહી કુપોષણ બાળકોને પોષણયુકત ખોરાકની કીટ આપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જયારે ખોખરાઉમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોની મુલાકાત લઈ સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ જયારે દેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ ગામે કુપોષીત બાળકીની મુલાકાત લીધી અને દત્તક લઈને તેને સુપોષીત કરવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે મહામંત્રી નીલ રાવે જણાવ્યું હતું કે આજે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે એમની જન્મદિવસે નર્મદાના રેડ ઝોનમાં આવેલા 720 કુપોષિત બાળકોને પોષણ યુક્ત બનાવી તેમને ગ્રીન ઝોનમાં લાવવાનો સંકલ્પ લીધો છે જેમાં સૌથી વધુ સાગબારા તાલુકમાં 277, ડેડીયાપાડા તાલુકામાં 181 બાળકો, તિલકવાડા તાલુકામાં 104 બાળકો, નાંદોદમાં 65, ગરુડેશ્વરમાં 123 તથા રાજપીપલા શહેરમાં 11 બાળકો કુપોષિત હોવાનું માલુમ પડતા અમારા કાર્યકર્તા ભાઈ બહેનો આજે જે-તે વિસ્તારમાં પહોંચી બાળકોને સુપોષણ આહાર કીટનું વિતરણ કર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા