મહિલા દિને નર્મદા જિલ્લાની સાગબારાની આદિવાસી મહિલા ખેડૂત ઉષાબેન વસાવાને દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા “નારી શક્તિ એવોર્ડ ” અને ૨ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર રાષ્ટ્ર્રપતિ દ્વારા એનાયત કરાયો હતો. દિલ્હીથી રાષ્ટ્ર્રપતિ રામનાથ ગોયેંકા દ્વારા ભારત સરકારનો એવોર્ડ સ્વીકારી નર્મદા પરત ફરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન વસાવાનું ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનિકો દ્વારા સન્માન કરાયું હતું. જેમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પ્રમોદકુમાર વર્મા, તેમજ મહિલા વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષી તિવારી સાહિત અન્ય વૈજ્ઞાનિકોએ ઉષાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માનપત્ર એનાયત કરી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓર્ગેનિક ક્ષેત્રે મહિલા ખેડૂત તરીકે ક્રાંતિ કરનાર મહિલા ખેડૂત સાગબારાના ઉષાબેન વસાવા અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ આ મહિલા ખેડૂતને તાલીમ આપી તૈયાર કર્યા હતા જેનાં પરિપાક રૂપે કેવી રીતે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો તૈયાર કરવાના ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ફાળો હોવાનું ડૉ. પ્રમોદ કુમાર વર્માએ જણાવી ઉષાબેનને અભિનંદન પાઠવાયા હતા. તેમણે 3000 મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરતા આત્મનિર્ભર બનાવ્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા
રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડ વિજેતા સાગબારાની મહિલા ખેડૂત ઉષાબેન વસાવાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ સન્માન કર્યું.
Advertisement