Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેશુડા ટુર.

Share

ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. અત્યારસુધી દેશ-વિદેશના ૭૮ લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦ વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતા ની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.

કેશુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે.ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોર્ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે જયા તમામ પ્રવાસીઓને કેસુડાની ચા આપવામાં આવશે.

પ્રવાસીઓ માટે સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો પણ આપવામાં આવી છે જેમાં ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) પ્રવાસનો સમય – સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ (મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.) ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

આ સફરમાં પ્રવાસીઓ સાથે હશે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગાઈડ ) તેઓ આપને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે નિગમને સરકારી મકાનો ના ભાડા ખાતા મકાનમાલિકો સામે ક્યારેય પગલાં લેવાશે??? તંત્રની મિલિભગતથી પૈસા કમાવવાનો વેપલો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં લટાર મારવા નીકળેલા પાંચ જણા સામે જાહેરનામાનાં ભંગ બદલ વાંકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!